નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી હિના ખાન (Hina Khan) પોતાની ફેશન સેન્સના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. હિના ખાન અવારનવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે અને તે ઝડપથી વાયરલ થઈ જાય છે. હિના ખાન નવો ફોટોશુટ કરાવ્યો છે જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
બાથટબમાં આપ્યા કિલર પોઝ-
હિના ખાને બાથટબમાં બેસીને ફોટોશુટ કરાવ્યો છે. હિના બાથટબમાં બેસીને પોઝ આપતી જોવા મળી. હિનાનો ગ્લેમરસ અને હોટ અંદાજ જોવા મળ્યો.
રેડ ડ્રેસમાં આગ લગાવી-
ફોટોમાં જોઈ શકાય છે કે હિનાએ રેડ ડ્રેસ પહેર્યો છે, બાથટબમાં બેસીને હિનાએ કાતિલ અદાઓથી ફેન્સના દિલ જીતી લીધા.
ગોલ્ડન ઈયરરિંગ્સથી સુંદરતા ખિલી ઉઠી-
હિના ખાને ગોલ્ડન રંગના ઈયર રિંગ્સ અને પગમાં બ્લેક રંગની સેન્ડલ પહેરી છે, જે તેમના લુકને સંપૂર્ણ કરે છે.
ફેન્સનું દિલ જીત્યું-
હિના ખાને આ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શન લખ્યું- 'હેલો, બ્યુટીફુલ'
હિનાએ ઘણા પોઝ આપ્યાં-
હિના ખાન ફેશનને લઈ પોતાને અપડેટ કરી છે, અને તેમના દરેક લુકને ફેન્સ પસંદ કરે છે. ફેન્સ હિનાના આ નવા લુકના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
દરેક લૂકમાં લાગી ખૂબસુરત-
હિના ખાન ક્યારેક ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક વેસ્ટર્ન આઉટફિટ્સમાં પોતાની સુંદરતાનો જલવો દેખાડે છે. હિના ખાનની તસ્વીરો વાયરલ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે