Home> Entertainment
Advertisement
Prev
Next

હિના ખાનનું મોટું એલાન, 'આ' સ્ટાર એક્ટર સાથે મળી ફિલ્મ 

બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી હિના સતત પોતાના પ્રોજેક્ટને કારણે ચર્ચામાં રહી છે

હિના ખાનનું મોટું એલાન, 'આ' સ્ટાર એક્ટર સાથે મળી ફિલ્મ 

મુંબઈ : સલમાન ખાનના શો બિગ બોસ 11ની ફર્સ્ટ રનર અપ રહી ચૂકેલી  હિના ખાન સતત પોતાના પ્રોજેક્ટને કારણે ચર્ચમાં છે. હિનાએ ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના અક્ષરાના રોલને અલવિદા કહી એ પછી એ લોકપ્રિયતાના નવા માપદંડ બનાવી રહી છે. હાલમાં હિના એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝિંદગી 2માં કોમોલિકાનો રોલ કરી રહી છે. હાલમાં હિનાએ એક મોટો પ્રોજેક્ટ સાઇન કર્યો છે અને એની જાહેરાત પણ કરી છે. 

fallbacks

હિનાએ હાલમાં એક ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મ ‘લાઇન્સ’ના શૂટિંગ પછી હિનાએ એક મોટી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં તે એક્ટર વિવાન ભથેના સાથે રોમેન્સ કરતી નજરે ચડશે. હકીકતમાં હિનાએ પોતાના ફેન્સ સાથે બુધવારે લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન માહિતી આપી હતી કે એનો આગામી પ્રોજેક્ટ એક શોર્ટ ફિલ્મ હશે અને એને મોટા પ્લેટફોર્મ પર દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે. 

Viral video : કાદર ખાનના મૃત્યુ પછી ભારે ઇમોશનલ પોસ્ટ મૂકનાર અમિતાભે માર્યો હતો તેમની પીઠમાં છરો?

મળતી માહિતી પ્રમાણે હિના ખાને 3 જાન્યુઆરીથી આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ ચારથી પાંચ દિવસ ચાલશે. થોડા દિવસ પહેલાં હિનાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેયર કરી હતી જેમાં તે એક્ટર વિવાન ભથેના સાથે દેખાઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More