ટેલિવુડની ફેમસ એક્ટ્રેસ હીના ખાન એકવાર ફરીથી પોતાની બોલ્ડ તસવીર શેર કરવા પર સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન પર આવી ગઈ છે. માલદીવમાં વેકેશન એન્જોય કરી રહેલી હિનાને સ્વીમવેરમાં જોઈને યુઝર્સે તેને અનેક વાતો સંભળાવી હતી. કોઈએ તેને પૂછ્યું કે, શું તમે સાચે જ મુસલમાનો છો? તો કોઈએ તેને બેશરમ કહી?
નાના પડદા પરની સીરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાનો રોલ પ્લે કરી રહેલ હીના ખાનની હોટ ફોટો પર એક યુઝરે કોમેન્ટ કરી કે, શું તે બધી શરમને ઉઠાવીને બાજુ પર રાખી દીધી છે. વધુ એક યુઝરે હીનાને ગરીબોની કિમ કાર્દિશિયલ કહી છે.
તો એક શખ્સે હીનાને લઈને લખ્યું કે, તું ઈસ્લામનું નામ ખરાબ કરી રહી છે. સાથે જ કાશ્મીરનું પણ. ઉલ્લેખનીય છે કે, હીનાનો જન્મ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.
બિગબોસની 11મી સીઝનથી હીટ થયેલી હીના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હાલ માલદીવ પર ગઈ છે. તેણે પોતાની આ ટ્રિપની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે સ્વીમસૂટમાં નજર આવી રહી છે. એક્ટ્રેસે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, હું એક વોટર બેબી છું, કેમ કે પાણીમાં બધી જ તકલીફો વહી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે