Home> Entertainment
Advertisement
Prev
Next

Oscars 2022: ઓસ્કરના મંચ પરની ઘટનાથી ઉડી ગયા સૌના હોશ! જુઓ દુનિયાના સૌથી મોટા હીરોએ કોને ઠોકી થપ્પડ

ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

Oscars 2022: ઓસ્કરના મંચ પરની ઘટનાથી ઉડી ગયા સૌના હોશ! જુઓ દુનિયાના સૌથી મોટા હીરોએ કોને ઠોકી થપ્પડ

નવી દિલ્લીઃ ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

fallbacks

ઓસ્કર અવોર્ડ 2022ના સમારોહ દરમિયાન એક એવી ઘટના બની જેને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. ઓસ્કરના હોસ્ટ ક્રિસ રોકને વિલ સ્મિથે સ્ટેજ પર મુક્કો માર્યો.ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે કમેન્ટ કરી હતી. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

શું હતી ઘટના?
થયું એવું કે ઓસ્કર અવૉર્ડ ચાલી રહ્યા હતા. જ્યારે ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જો કે જેડાએ એલોપેસિયા નામની બીમારીના કારણે વાળ હટાવ્યા છે. પત્નીની મજાક બનાવવામાં આવતા વિલને ગુસ્સો આવ્યો અને તેણે હોસ્ટને મુક્કો મારી દીધો.

સ્મિથે માંગી માફી
ઘટના બાદ હાજર સૌ કોઈ સન્ન જોવા મળ્યા. જો કે, બાદમાં અવોર્ડ સ્વીકારવા સમયે સ્મિથે અકેડમીની માફી માંગી. સાથે અન્ય નોમિનીઝની પણ માફી માંગી. આંખમાં આંસુ સાથે સ્મિથે પોતાનો અવૉર્ડ સ્વીકાર્યો અને માફી પણ માંગી.

 

 

ટ્વિટર યુઝર્સ આઘાતમાં-
આ ઘટના બાદ સૌ કોઈના હોશ ઉડી ગયા. સ્ટેજ પરથી ઉતરીને વિલ સ્મિથે એવું પણ કહ્યું કે, મારી પત્નીનું નામ તારા મોઢેથી ન બોલીશ. અનેક લોકોએ આ સમારોહ ટીવી પર લાઈવ જોયો હતો. ટ્વિટર પર પણ વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્રેન્ડ કરવા લાગ્યા. જુઓ આવા જ કેટલાક રીએક્શન્સ.

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More