Home> Entertainment
Advertisement
Prev
Next

Honey Singh એ જાહેર કર્યું નિવેદન, પત્નીના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું- જલદી સત્ય સામે આવશે

હની સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનું નિવેદન જાહેર કર્યુ છે. આ સ્ટેટમેન્ટમાં તેણે કહ્યુ- મારી પત્ની શાલિની સિંહ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપ સંપૂર્ણ રીતે જૂઠ્ઠા છે. હું આ આરોપોથી ખુબ દુખી છું. 

Honey Singh એ જાહેર કર્યું નિવેદન, પત્નીના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા, કહ્યું- જલદી સત્ય સામે આવશે

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી બોલીવુડ રેપર હની સિંહ (Honey Singh) ચર્ચામાં છે. તેની પત્ની શાલિની સિંહે સિંગર અને તેના પરિવાર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. હવે આ મામલામાં હની સિંહનું  (Honey Singh Statement) નિવેદન સામે આવ્યું છે. તેણે પત્નીના આરોપોને ખોટા ગણાવતા એક નિવેદન જાહેર કર્યુ છે. 

fallbacks

હની સિંહે સ્ટેટમેન્ટ જાહેર કર્યુ
હાલમાં હની સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનું નિવેદન જાહેર કર્યુ છે. આ સ્ટેટમેન્ટમાં તેણે કહ્યુ- મારી પત્ની શાલિની સિંહ દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપ સંપૂર્ણ રીતે જૂઠ્ઠા છે. હું આ આરોપોથી ખુબ દુખી છું. મેં આ પહેલા ક્યારેય જાહેર નિવેદન આપ્યું નથી. મારા લિરિક્સથી લઈને મારી હેલ્થને લઈને પહેલા અનેક પ્રકારની વાતો સામે આવી છે, પરંતુ મેં તે મામલામાં ક્યારેય ટિપ્પણી કરી નથી. પરંતુ આ વખતે મેં નિવેદન આપવુ જરૂરી સમજ્યુ કારણ કે આ આરોપોમાં મારી સાથે-સાથે મારા પરિવારજનોને સામેલ કરવામાં આવ્યા છે. મારી પત્ની દ્વારા લગાવેલા બધા આરોપ પાયાવિહોણા છે. 

સત્યની થશે જીત
હની સિંહે આગળ લખ્યુ- હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું. આ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા ઘણા આર્ટિસ્ટ, મ્યૂઝિશિયન મારા ખાસ મિત્ર છે. તે બધાને ખ્યાલ છે કે મારો સંબંધ પત્ની સાથે કેવો છે. હું શાલિની દ્વારા લગાવવામાં આવેલા બધા આરોપોને પાયાવિહોણા ગણુ છું. હવે આ મામલે તેનાથી વધુ કંઈ કહીશ નહીં. મામલો કોર્ટમાં છે અને મને કાયદા પર સંપૂર્ણ રીતે વિશ્વાસ છે. સત્ય જલદી લોકોની સામે આવશે. 

આ પણ વાંચોઃ કપડા ઉતારવાથી લઈને સાથે સૂવાની ડિમાન્ડ સુધી, જાણો નરગીસને બોલીવુડમાં શું સહન કરવું પડ્યું?

ફેન્સને કરી અપીલ
હની સિંહે ફેન્સને અપીલ કરતા કહ્યુ- હું મારા બધા ફેન્સને અપીલ કરુ છું કે કંઈ જાણ્યા વગર કોઈ મામલાના પરિણામ પર ન પહોંચે. મને વિશ્વાસ છે કે ન્યાય જરૂર મળશે અને સત્યની જીત થશે. 

શું છે મામલો
તમને જણાવી દઈએ કે હની સિંહ  (Honey Singh Wife Allegation) પર થોડા દિવસ પહેલા તેની પત્ની શાલિની તલવારે ઘરેલૂ હિંસાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો છે. દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 120 પેજની દાખલ કરેલી અરજીમાં શાલિનીએ અનેક ખુલાસા કર્યા છે. શાલિનીએ હની જ નહીં તેની અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને ભાભી સ્નેહા સિંહનું પણ નામ લીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More