નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર અને રેપર હની સિંહ (Honey Singh) માટે આવનારો સમય મુશ્કેલી ભર્યો બની શકે છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' અંતર્ગત કોર્ટમાં અરજી દાખલ કરી છે. શાલિનીએ તેની અરજીમાં હની સિંહની સામે શારીરિક હિંસા, યૌન હિંસા અને માનસિક ઉત્પીડન જેવા આરોપ લગાવ્યા છે.
કોર્ટે ફટકારી હની સિંહને નોટિસ
આ અરજી તીજ હજારી કોર્ટની મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સામે રજૂ કરવામાં આવી છે. કોર્ટે હની સિંહને (Honey Singh) નોટિસ ફટકારી છે અને આ નોટિસમાં હની સિંહને 28 ઓગસ્ટ પહેલા પોતાનો જવાબ ફાઈલ કરવા જણાવ્યું છે. કોર્ટે બંનેની જોઈન્ટ પ્રોપર્ટીથી છેડછાડ ન કરવા અને સ્ત્રીધનથી છેડછાડ નહીં કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:- 20 લાખ ટેક્સ ચૂકવવા માટે અનુપમા કરશે એવું કામ...વિચાર્યું પણ નહીં હોય, જુઓ Video
Case filed against Bollywood singer & actor 'Yo Yo Honey Singh (Hirdesh Singh) by his wife Shalini Talwar under the Protection of Women from Domestic Violence Act. Delhi's Tis Hazari Court has issued notice to the singer and sought his response over it
(file photo) pic.twitter.com/dvGQ0QOQZD
— ANI (@ANI) August 3, 2021
શાલિની તલવારે લગાવ્યા ગંભીર આરોપ
કોર્ટે હાલમાં શાલિની તલવારની (Shalini Talwar) તરફેણમાં ઓર્ડર પાસ કર્યો છે. શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની વાત કરીએ તો, શારીરિક હિંસા, આર્થિક હિંસા, માનસિક હિંસા અને જાતીય હિંસા જેવા તમામ આરોપો શાલિની તલવારે હની સિંહ (Honey Singh) અને તેના માતાપિતા પર લગાવ્યા છે. શાલિનીએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તેનું સ્ત્રી ધન તેને પરત કરવામાં આવે અને બંનેની સંયુક્ત મિલકત વેચતા અટકાવવામાં આવે.
આ પણ વાંચો:- Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ
હની સિંહે કર્યા હતા શાલિની સાથે લવ મેરેજ
તમને જણાવી દઇએ કે, હની સિંહ (Honey Singh) અને શાલિની તલવારે (Shalini Talwar) લવ મેરેજ કર્યા હતા. 20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ વર્ષ 2011 માં બંનેએ લગ્ન કર્યા. હની સિંહ અને શાલિનીના લગ્ન દિલ્હીના એક ફાર્મહાઉસમાં શીખ રીતિ-રિવાજ મુજબ થયા હતા. થોડા સમય પહેલા હની સિંહનું નામ ડાયના ઉપ્પલ (Diana Uppal) સાથે પણ જોડાયેલું હતું, જે 'ખતરોં કે ખિલાડી'ની (Khatron Ke Khiladi) સ્પર્ધક હતી, પરંતુ તેનાથી તેના અને શાલિનીના (Shalini) સંબંધો પર કોઈ અસર પડી ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે