મુંબઇ: સૌથી પ્રસિદ્ધ સંગીતકારમાંથી એક, યો યો યની સિંહે સોશિયલ મીડિયા પર પોતાના બહુપ્રતિક્ષિત ગીતનું બીજું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ પોસ્ટર સાથે ગાયકે ખુલાસો કે ગોલ્ડન સ્ટાર મલખિત સિંહ પણ તેમના નવા વેંચરનો એક ભાગ છે અને આ જાહેરાત બાદ દરેક પ્રતિષ્ઠિત જોડીઓનો કરિશ્માઇ જાદૂ જોવા માટે બેચેન છે. પોસ્ટર રિલીઝ બાદ જ ચર્ચામાં છે અને તેમાં હની સિંહ તથા મલખિત સિંહના રંગીન પંજાબી અવતારને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
પોતાની યૂટ્યૂબ ચેનલ વડે સકારાત્મકતાને પ્રોત્સાહન આપશે જૈકલીન ફર્નાંડીઝ
આ ગીત આવતીકાલે દર્શકો વચ્ચે આવશે પરંતુ ગત થોડા દિવસોથી રેપરનું સોશિયલ મીડિયા તે ફોટાથી ભરાયેલું પડ્યું છે જ્યાં તે આ ગીતની તૈયારી કરી રહ્યા છે અને યો યો હની સિંહ પોતાના કામ પ્રત્યે સમર્પણ જ મુખ્ય કારણ છે કે તેમને દુનિયાભરમાં પ્રશંસકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
હની સિંહે જણાવ્યું હતું કે આ મારા જીવનનું સૌથી મોટું કોલોબ્રેશન છે. હું લગભગ 12-15 વર્ષનો હતો, જ્યારે મેં તેમનું ગીત ''ગુડ નાલો ઇશ્ક મીઠા'' સાંભળ્યું હતું, ત્યારે મલકીત સિંહે મારા યુવા દિવસો દરમિયાન તેનું રિમિક્સ બનાવ્યું હતું. મેં વિચાર્યું ન હતું કે તેમના જેવા કોઇ વ્યક્તિ સાથે ક્યારેય કોલબ્રેટ કરી શકીશ.
વાયરલ થયા સુહાનાના માલદીવ PHOTO, શાહરૂખ ખાને જણાવ્યું 'પરફેક્ટ હોલીડે'
લગભગ આઠ વર્ષ પહેલાં તેમણે મારા આલ્બમ ઇન્ટરનેશનલ વિજેલરમાં ગાયું હતું પરંતુ થોડા કારણોથી અમે આ ગીતનો વીડિયો બનાવી શક્યા ન હતા. તો આ સહયોગ ફરી એકવાર મોટાપાયે થઇ રહ્યો છે. હું ખૂબ ઉત્સાહિત છું કે મલકીત સિંહ આ ગીત માટે અમારી સાથે શૂટિંગ કરી રહ્યા છે. આ મારા માટે ખૂબ મોટો અનુભવ હતો. મને વિશ્વાસ છે કે દરેક આ જુના અને નવા સંયોજનને પસંદ કરશે કારણ કે મલકીત પાજીની હુલ લાઇનને યથાવત રાખી છે પરંતુ સંગીત, બીટ્સ અને મારી કવિતા બિલકુલ નવા જમાનાના છે.
IPL એંકરની બિકીની તસ્વીરો થઇ વાઇરલ, માલ્ટામાં મનાવી રહી છે હોલી ડે
વર્ષ 2018 યો યો હની સિંહ માતે એક શાનદાર વર્ષ રહ્યું છે જેમાં ગાયકે દિલ ચોરી અને છોટે છોટે પેગ, ધીસ પાર્ટી ઇઝ ઓવર નાઉ, રંગતારીથી માંડીને શાહિદ કપૂર-કિયારા અડવાણી પર દર્શાવવામાં આવેલું સિંગલ ઉર્વશી જેવી ઘણી ચાર્ટબસ્ટર્સ ગીતો સાથે દર્શકોને ખૂબ મનોરંજન પુરૂ પાડ્યું હતું. આ સાથે જ ગાયક સનસનીએ ફરી એઅક્વાર પોતાના પ્રશંસકોના દિલો પર પોતાનો જાદૂ પાથર્યો છે. હાલમાં યો યો હની સિંહ પોતાના ગીતો માટે કમર કસી રહ્યા છે જેની તેમના પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે