Shefali Jariwala: પ્રખ્યાત અભિનેત્રી અને ડાંસર શેફાલી જરીવાલાનું 28 જૂન 2025ના રોજ મોત નીપજ્યું. તેણીએ માત્ર 19 વર્ષની ઉંમરે 'કાંટા લગા' ગીત કર્યું અને ત્યારથી તેની કિસ્મત ચમકી હતી. અહેવાલ મુજબ, અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવવાથી તેને મુંબઈના અંધેરી સ્થિત Bellevue Multispeciality Hospital લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ વાત પત્રકાર વિક્કી લાલવાનીએ તેના સોશ્યલ મીડિયામાં શેર કરી છે. તે બાદ શેફાલીના પ્રશંસકો અને ઈન્ડસ્ટ્રીમાં નિરાશાની લહેર છવાઈ ગઈ છે.
શેફાલીના કારકિર્દીની શરુઆત
શેફાલીએ તેના કરિયરની શરુઆત માત્ર 19 વર્ષની ઉંમરે મ્યુઝિક વીડિયો 'કાંટા લગા'થી કરી હતી જ્યારે તે રાતોરાત સ્ટાર બની. આ ગીતમાં તેનો બોલ્ડ અંદાજ અને શાનદાર ડાંસિંગ સ્ટાઈલ લોકપ્રિય બની હતી.
પોપ્યુલર ફિલ્મ અને શોમાં પણ જોવા મળી
મ્યુઝિક આલ્બમ બાદ તેણીએ ફિલ્મમાં પણ કામ કર્યું. વર્ષ 2004માં તે સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મ 'મુજસે શાદી કરોગી'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તે 'નચ બલિયે' જેવા ડાન્સ રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. નચ બલિયેમાં તે પરાગ ત્યાગી સાથે નજરમાં આવી હતી. શેફાલીએ 2019માં બિગ બોસ 13માં વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટંટના રુપમાં એન્ટ્રી કરી હતી. તે સમયે પણ ઈન્ડસ્ટ્રીમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
કેટલી સંપત્તિની માલિક હતી શેફાલી
શેફાલી જરીવાલાની કુલ સંપત્તિ લગભગ 1 મિલિયન ડોલર એટલે કે 7.5 કરોડ રુપિયા હતી. તેની કમાણી ડાન્સ, એક્ટિંગ, રિયાલિટી શોઝ, વેબ સિરીઝ અને બ્રાન્ડ એન્ડોર્સમેંટથી થતી હતી. સોશ્યલ મીડિયા પર તેના ફોલોઅર્સ પણ ઘણાં હતા જેથી તેને પેઈડ પોસ્ટના મારફતે પણ ઈન્કમ થતી હતી.
શેફાલીનું વૈવાહિક જીવન
શેફાલીએ મીત બ્રધર્સના હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા પણ તે લાંબા સમય સુધી ટક્યાં નહીં. ત્યારબાદ તેણે અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યાં. તેઓ એક ટીવી શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. માત્ર 42 વર્ષની ઉંમરે શેફાલીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે