Home> Entertainment
Advertisement
Prev
Next

કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું

બોલીવુડમાં અનેક એવા સિતારા છે જે કરોડો રૂપિયાની ફી લેવા છતાં આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે.

કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું

નવી દિલ્હી: ફિલ્મી સિતારા લગભગ પોતાની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી ચાર્જ કરતા હોય છે. આવામાં તેમને પોતાની લાઈફ સ્ટાઈલ મેનેજ કરવામાં પણ ખુબ પૈસા ખર્ચવા પડે છે. આપણા બોલીવુડમાં અનેક એવા સિતારા છે જે કરોડો રૂપિયાની ફી લેવા છતાં આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. આ માટે દર મહિને લાખો રૂપિયા ભાડું પણ  ખર્ચે છે. જો કે ભાડા પર રહેવું એ આ સિતારાઓની કોઈ મજબૂરી નથી પરંતુ તેઓ પોતાની મરજીથી રહે છે. જાણો તેમના વિશે....

fallbacks

અનુપમ ખેર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે થોડા સમય પહેલા જ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ આજે પણ મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે તેમણે 4-5 વર્ષ પહેલા એવો નિર્ણય કરી લીધો હતો કે તેઓ પોતાની કોઈ પ્રોપર્ટી ખરીદશે નહીં. તેમણે 4 વર્ષ પહેલા શિમલામાં એક ઘર  ખરીદ્યું હતું પરંતુ તે તેમની માતા માટે છે. 

fallbacks

ઋતિક રોશન
બોલીવુડના ગ્રીક ગોડ કહેવાતા અભિનેતા ઋતિક રોશન પણ મુંબઈના જૂહુ વિસ્તારમાં એક ભાડાના ફ્લેટમાં પોતાના બંને પુત્રો સાથે રહે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા આ ઘર માટે 8.25 લાખ ભાડુ આપે છે. અભિનેતાએ આ ફ્લેટ રેનુ નરજ કોચર નામની વ્યક્તિ પાસેથી ભાડે લીધો હતો. રિપોર્ટ્સ મુજબ ઋતિકના આ ઘરનું એગ્રીમેન્ટ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2025 સુધી છે. 

fallbacks

જો કે તેમાં ચોંકાવનારી વાત એ પણ છે કે આગામી 3 વર્ષ બાદ તેના આ ઘરનું ભાડું 9 લાખ રૂપિયા થઈ જશે. આમ તો મુંબઈમાં ઋતિકના 2 ઘર છે જેમાંથી એકમાં તેના પિતા રાકેશ રોશન અને બીજામાં નાની રહે છે. 

અદિતી રાવ હૈદરી
બોલીવુડ અને સાઉથ ફિલ્મોમાં પોતાના અભિનયનો કમાલ દેખાડનારી અદિતિ રાવ હૈદરી પણ મુંબઈમાં ભાડાના ફ્લેટમાં રહે છે. શું તમે જાણો છો કે અદિતિ હૈદરાબાદના શાહી ખાનદાન સાથે ઘરૌબો ધરાવે છે. આમ છતાં તે ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. વાત જાણે એમ છે કે અદિતિનું કહેવું છે કે પ્રોપર્ટીમાં પૈસા રોકવા કરતા સારું છે કે ભાડે રહેવું. અત્રે જણાવવાનું કે અભિનેત્રી દર મહિને લાખો રૂપિયા ભાડામાં ખર્ચે છે. 

fallbacks

નવાઝુદ્દીન સિદ્દીકી
પોતાના અભિનયથી ઘેર  ઘેર જાણીતા નવાઝુદ્દીન સિદ્દીકી અત્યારે ઈન્ડ્સ્ટ્રીમાં મોટું નામ ગણાય છે પરંતુ આમ છતાં તે મુંબઈના વર્સોવા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. અભિનેતાનું કહેવું છે કે તેમનું લક્ષ્ય મુંબઈમાં ઘર ખરીદવાનું નહીં પરંતુ અભિનયની દુનિયામાં નામ કમાવવાનું છે. 

fallbacks

ઋચા ચઢ્ઢા અને અલી ફૈઝલ
અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને અલી ફૈઝલની રિલેશનશીપથી તો દરેક વાકેફ છે. તેમના ફેન્સ હંમેશા તેમને સાથે જોવાનું પસંદ કરે છે. આ બંને એક બીજા સાથે સમય વીતાવવાની કોઈ તક છોડતા નથી. આવામાં બંને સાથે જ મુંબઈના એક અપાર્ટમેન્ટમાં કહે છે. જો કે તેમણે હજુ પોતાનું ઘર ખરીદ્યું નથી. તેઓ ભાડાના મકાનમાં જ રહે છે.

fallbacks 

અભિનેત્રીએ તેનું કારણ જણાવતા કહ્યું હતું કે તે પ્રોપર્ટી ખરીદવામાં વિશ્વાસ ધરાવતી નથી. હાલ સાથે રહેવા માટે તેમની પાસે એક સુંદર ઘર છે જે પૃથ્વી થિયેટરની પાસે છે. ઋચાએ જણાવ્યું હતું કે તેમણે અહીંથી જ મુંબઈમાં પોતાની સફરની શરૂઆત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More