Home> Entertainment
Advertisement
Prev
Next

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...


ઋત્વિકની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ હિટ થયા પછી ઋત્વિક રોશને એક્ટ્રેસ કરીના કપૂર સાથે બે ફિલ્મો સાઈન કરી હતી. ફિલ્મના સેટ પર બન્ને વચ્ચે દોસ્તી થઈ અને બન્ને એકબીજાની નજીક આવ્યાં.

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...

નવી દિલ્લીઃ ઋત્વિકની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ હિટ થયા પછી ઋત્વિક રોશને એક્ટ્રેસ કરીના કપૂર સાથે બે ફિલ્મો સાઈન કરી હતી. ફિલ્મના સેટ પર બન્ને વચ્ચે દોસ્તી થઈ અને બન્ને એકબીજાની નજીક આવ્યાં. ઋત્વિક અને સુઝેને લગ્નનાં 17 વર્ષ પછી છૂટાછેડા લીધા. જોકે, જ્યાં સુધી તેઓ સાથે રહેતા હતા, ત્યાં સુધી તેઓ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા.

fallbacks

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

fallbacks

પરંતુ તેમ છતાં તેમનો સંબંધ લાંબો ટકી ન શક્યો. છૂટાછેડા પછી ઘણા ઘટસ્ફોટ થયા હતા. એક્ટર અર્જુન રામપાલને ઋત્વિક-સુઝેનનાં સંબંધોમાં થયેલા અણબનાવ માટે જવાબદાર માનવામાં આવ્યો હતો. આટલું જ નહીં બેબો એટલે કે કરીના કપૂરને પણ આ સંબંધ તૂટવાનું કારણ માનવામાં આવતું હતું. રિપોર્ટ્સ અનુસાર, કરીનાના કારણે ઋત્વિક અને સુઝેનનાં લગ્ન પહેલા જ તેમની પ્રેમકથામાં ખટાશ આવી ગઈ હતી.

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

fallbacks

ઋત્વિકની ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ હિટ બન્યા પછી તેણે સ્ટાર એક્ટ્રેસ કરીના કપૂર સાથે બે ફિલ્મો સાઈન કરી. એવું કહેવામાં આવે છે કે આ સમયે ઋત્વિક અને કરીના વચ્ચે પ્રેમ ખીલ્યો હતો અને સમાચારોમાં પણ તેમના પ્રેમની ચર્ચા છપાઈ ગઈ હતી. આ દરમિયાન વારંવાર એવા અહેવાલો આવ્યા હતા કે કરીના ઋત્વિકના પ્રેમમાં પાગલ છે અને તેના માટે પોતાની કારકીર્દિ છોડવા માટે તૈયાર છે. કરીનાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મને ચિંતા હતી કે એ વાતની હતી કે, ક્યાંક આ બધી અફવાની ઋત્વિકના લગ્નજીવન પર વિપરિત અસર ન પડે’. તેણે કહ્યું, ‘મહેરબાની કરીને, ખોટી વાતો ફેલાવવાનું બંધ કરો. મને ક્યારેય પરણેલા પુરુષોમાં રસ નથી અને ક્યારેય હશે પણ નહીં. પરણિત પુરુષો મારી કારકિર્દી માટે ખતરારૂપ બની શકે છે.

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

fallbacks

સમાચારો અનુસાર, ઋત્વિકના અફેરની વાતો સાંભળી સુઝેન ઋત્વિકથી રિસાઈ ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે ઋત્વિકના પિતા રાકેશ રોશને ઋત્વિકને કરીના સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. 20 ડિસેમ્બર 2000નાં રોજ, રાકેશ રોશને સુઝેન અને રીતિકના લગ્નની તારીખ નક્કી કરી. બંનેનાં લગ્ન થયાં. જોકે, ફિલ્મના સેટ પર ઋતિક રોશન અને કરીના કપૂર બન્ને એકલાં હોય ત્યારે તેમના વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી. જોકે, માર્કેટમાં તેમના વચ્ચે અંગત સંબંધો હોવાની વાતો ભારે ચર્ચામાં રહેતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More