નવી દિલ્હીઃ બોલીવુડના સૌથી હેંડસમ અભિનેતાઓમાં રિતિક રોષન (Hrithik Roshan)ની ગણના થાય છે. રિતિક એવો અભિનેતા છે જેણે પોતાની એક્ટિંગ, ડાન્સિંગ અને પર્સનાલિટીના દમ પર એવો મુકામ હાંસિલ કર્યો છે જેની આસપાસ કોઈ અભિનેતા નથી. પહેલી ફિલ્મથી રિતિકે પોતાની ક્ષમતાનો પરિચય આપી દીધો હતો.
કહો ના પ્યાર હે ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર રિતિક રોશનની રિલીઝ થયાના 20 વર્ષ થઈ ગયા છે. રિતિક રોષનની આ પ્રથમ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ મોહબ્બતે અને હર દિલ જો પ્યાર કરેગાને પાછળ છોડી દીધી છે અને આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી.
ધ કપિલ શર્મા શોમાં રિતિકે જણાવ્યું હતું કે ફિલ્મ કહો ના પ્યાર રિલીઝ થયા બાદ તેને આશરે 30 હજાર લગ્નના પ્રસ્તાવ આવ્યા હતા. ફિલ્મનું ગીત ઇક પલ કા જીના પોતાના શાનદાર શબ્દો અને મ્યૂઝિક જ નહીં પરંતુ રિતિકના શાનદાર ડાન્સને કારણે ખુબ પ્રખ્યાત થયું હતું.
92 એવોર્જ જીતવાનો છે રેકોર્ડ
આ ફિલ્મએ આશરે 92 એવોર્ડ્સ પોતાના નામે કર્યાં છે. આ સાથે ફિલ્મનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સૌથી વધુ એવોર્ડ જીતનારી ફિલ્મ માટે નોંધાઈ ચુક્યું છે. આ ફિલ્મ માટે રાકેશ રોશનને બેસ્ટ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરનો એવોર્ડ મળ્યો હતો. તો રિતિકને બેસ્ટ પર્દાપણ અભિનેતા અને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મ પહેલા શાહરૂખને ઓફર કરવામાં આવી હતી કારણ કે શાહરૂખ, રાકેશ રોશનની સાથે કરણ અર્જુન અને કોયલામાં કામ કરી ચુક્યા હતા.
શું તમે જાણો છે કે ફિલ્મમાં પોતોના જમણા હાથની છઠ્ઠી આંગળી એટલે કે બીજા અંગુઠાને છુપાવવા માટે રિતિકે શૂટિંગ દરમિયાન હેંડ ગ્લવ્સ પહેર્યા હતા. તેથી તે ફિલ્મમાં ડાબોડી બન્યો એટલે કે તેણે બધા શોટ્સ ડાબા હાથથી આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે