Home> Entertainment
Advertisement
Prev
Next

Sexiest Asian Man : દુનિયાના તમામ સુપરસ્ટારોને પછાડી ભારતના આ સુપરસ્ટારે મેળવ્યું બિરુદ્દ

ટાઈગર શ્રોફે(Tiger Shroff) પણ આ યાદીમાં પ્રથમ વખત એન્ટ્રી મારી છે અને તે સીધો જ ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં બોલિવૂડનો(Bollywood) જ બીજો અભિનેતા અને 2017માં આ બિરુદ્દ મેળવનાર શાહિદ કપૂર (Shahid Kapoor) બીજા સ્થાને આવ્યો છે. 

Sexiest Asian Man : દુનિયાના તમામ સુપરસ્ટારોને પછાડી ભારતના આ સુપરસ્ટારે મેળવ્યું બિરુદ્દ

મુંબઈઃ તાજેતરમાં જ 2019ના સેક્સિએસ્ટ એશિયન મેન ઈન વર્લ્ડની(Sexiest Asian Man in World) જાહેરાત કરવામાં આવી છે. બોલિવૂડના(Bollywood) સુપરસ્ટાર ઋતિક રોશન(Hrithik Roahsn) વર્ષ 2019ની સાથે-સાથે છેલ્લા એક દાયકાનો સેક્સિએસ્ટ એશિયન મેન ઈન વર્લ્ડ(Sexiest Asian Man in World) બન્યો છે. યુકેના ઈસ્ટર્ન આઈ ન્યુઝપેપર દ્વારા વાર્ષિક ધોરણે વર્લ્ડ ફેમસ પર્સનાલિટીઝની(World Famous Personalities) યાદી જાહેર કરવામાં આવે છે. 

fallbacks

ઈસ્ટર્ન આઈના રિપોર્ટ અનુસાર, ઋતિકનો જે ગ્રીક દેવતાઓ(Greek God Look) જેવો લૂક છે તેના કારણે તેને આ બિરુદ્દ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઋતિક રોશનની ફિલ્મ 'વોર' અને 'સુપર-30' આવી હતી. તેણે 'કહો ના પ્યાર હે' જેવી સુપરહિટ ફિલ્મો આપેલી છે.

fallbacks

શાહરૂખ, સલમાન, ઋતિકને પછાડી પ્રિયંકા ચોપડા બની ટોચની અભિનેત્રી! 

આ યાદીમાં બોલિવૂડનો જ બીજો અભિનેતા અને 2017માં આ બિરુદ્દ મેળવનાર શાહિદ કપૂર (Shahid Kapoor) બીજા સ્થાને આવ્યો છે. આ સાથે જ સેકન્ડ રનર-અપ વિવિયન દેસના(Vivian Dsena)એ સેક્સિએસ્ટ ટીવી સ્ટાર અને છેલ્લા દાયકાના ટીવી સ્ટારનું બિરુદ્દ મેળવ્યું છે. ટાઈગર શ્રોફે(Tiger Shroff) પણ આ યાદીમાં પ્રથમ વખત એન્ટ્રી મારી છે અને તે સીધો જ ચોથા સ્થાને પહોંચી ગયો છે

fallbacks

સમગ્ર દુનિયામાં પ્રશંસકો દ્વારા આપવામાં આવતા વોટ, સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચા, મીડિયાનું એટેન્શન, વ્યાપક વૈશ્વિક ઓલખ વગેરેના આધારે આ યાદી તૈયાર કરવામાં આવે છે. ટ્વીટર પર આ લિસ્ટ ટ્રેન્ડ કર્યું હતું અને લાખોની સંખ્યામાં દુનિયાભરના પ્રશંસકોની સાથે-સાથે ભારત અને પાકિસ્તાનના પ્રશંસકોએ પણ મતદાન કર્યું હતું. 

રિશી કપૂરે આપી મોટી સલાહ, લાગુ પડે છે ભારતના દરેક માતા-પિતાને

fallbacks

ઋતિક રોશને આ અંગે જણાવ્યું કે, "મારી તરફેણમાં મતદાન કરનારા સૌનો હું આભાર માનું છું. હું આ બિરુદ્દ મેળવીને ચકિત થયો છો, પરંતુ સાથે જ હું જાણું છું કે આ કોઈ મોટી ઉપલબ્ધી નથી. માત્ર વ્યક્તિના એક સુંદર દેખાવના કારણે આટલો બહોળો પ્રેમ મળે છે. હું લોકોને તેમના દેખાવથી જજ કરતો નથી. આ સાથે જ મારી જાતને પણ હું મારા દેખાવથી જજ કરતો નથી."

વિવિયન દેસાને જણાવ્યું કે, "હું મારી જાતને સેક્સી સમજતો નથી. હું જે સ્થાને પહોંચ્યો છું ત્યાં મારા શુભેચ્છકો અને પ્રશંસકોના પ્રેમના કારણે છું. તેમણે મને આ ઓળખ આપી છે. મારી આ સફળતાનું તમામ શ્રેય હું મારા પ્રશંસકોને આપું છું."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More