Home> Entertainment
Advertisement
Prev
Next

શું હવે આ યુવતી સાથે રિલેશનમાં છે Hrithik Roshan? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

રિતિક રોશન હાલમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ થયો. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે તે એક યુવતીનો હાથ પકડી રેસ્ટોરન્ટની બહાર નિકળી રહ્યો છે. 

શું હવે આ યુવતી સાથે રિલેશનમાં છે Hrithik Roshan? સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર રિતિક રોશન  (Hrithik Roshan) પર્સનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પત્ની સુજૈન ખાન સાથે છુટાછેડા થયા બાદ કોઈ અન્ય સાથે તેનું નામ જોડાયું નથી. પરંતુ હવે તેને મિસ્ટ્રી ગર્લ સાથે સ્પોટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેના રિલેશનશિપને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિતિક મુંબઈના ખાર વિસ્તારમાં એક યુવતી સાથે જોવા મળ્યો ત્યારબાદ ફેન્સ સવાલ કરવા લાગ્યા કે તેની સાથે મિસ્ટ્રી ગર્લ કોણ છે? આ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

fallbacks

મિસ્ટ્રી ગર્લ સાથે ડિનર કરવા પહોંચ્યો રિતિક
રિતિક રોશન હાલમાં એક યુવતી સાથે ડિનર કરવા પહોંચ્યો હતો પરંતુ જ્યારે તે રેસ્ટોરન્ટથી બહાર નિકળ્યો તો પૈપરાજીએ તેને સ્પોટ કરી લીધો. વીડિયોમાં જોઈ શકાય છે કે રિતિક એક યુવતીનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર નિકળે છે. તે યુવતીને કારમાં બેસાડે છે અને બંને જતા રહે છે. આ દરમિયાન યુવતીનો ચહેરો જોવા મળ્યો નહીં કારણ કે તેણે માસ્ક પહેર્યું હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yogen shah (@yogenshah_s)

લોકો પૂછવા લાગ્યા સવાલ
આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર યોગેન શાહે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. મિસ્ટ્રી ગર્લ સાથે રિતિકનો વીડિયો વાયરલ થયા બાદ લોકો પૂછવા લાગ્યા કે તે કોણ છે અને નામ શું છે. ઘણા લોકોએ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધુ કે રિતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે લગભગ યુવતી તેની પરિવારની સભ્ય હોઈ શકે છે. 

આ પણ વાંચોઃ Bigg Boss 15: સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા સલમાન અને શહનાઝ, જુઓ Video  

રિતિકની ફિલ્મો
મહત્વનું છે કે રિતિક આ દિવસોમાં પોતાના કામ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. તેની એક બાદ એક શાનદાર ફિલ્મો આવવાની છે. હાલમાં રિતિકે નવી ફિલ્મ વિક્રમ વેધાથી તેનો પ્રથમ લુક જાહેર કર્યો હતો. આ તમિલની સુપરહિટ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે જોવા મળશે. આ સિવાય તેની અન્ય ફિલ્મ ફાઇટર પણ પાઇપલાઇનમાં છે. આ ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે. જેણે સુપરહિટ ફિલ્મ વોર બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More