મુંબઈ : સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના ફિલ્મમેકર છે અને તેમની સાથે કામ કરવા માટે ટોચના સ્ટાર્સ તત્પર હોય છે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)એ ભારે મહેનતથી પોતાના માટે આ સ્થાન બનાવ્યું છે. હાલમાં સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન (Salman Khan) સ્ટારર ઇન્શાલ્લાહ (Insha-Allah)નું શૂટિંગ શરૂ કર્યા પછી એ ફિલ્મ બંધ કરી દીધી હતી અને પછી ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)ની જાહેરાત કરી હતી જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલ ભજવશે.
ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) પછી સંજય લીલા ભણસાલીએ બૈજુ બાવરા (Baiju Bawra) પર ફિલ્મ બનાવશે. સંજય લીલા ભણસાલીએ થોડા સમય પહેલાં ઇચ્છા જાહેર કરી હતી કે બૈજુ બાવરા પર બિગ બજેટ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ છે અને હવે આ ઇચ્છા પુરી થઈ છે. મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે આ ફિલ્મ માટે પહેલાં રણવીર સિંહ (Ranveer Singh) સાથે વાત કરવામાં આવી હતી પણ તેણે ના પાડતા આ પ્રપોઝલ અજય (Ajay Devgn) પાસે ગઈ હતી. અજય આ ફિલ્મ કરવા માટે લગભગ તૈયાર હતો ત્યારે હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ માટે અજયને નહીં પણ હૃતિક રોશન (Hrithik Roshan)ને સાઇન કરવામાં આવ્યો છે. આમ, આ ફિલ્મને કારણે અજય અને હૃતિકમાં મોટી અંટસ પડી ગઈ છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....
મળતી માહિતી પ્રમાણે બહુ ઓછા લોકોને ખબર હતી કે હૃતિક અને સંજય વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગુપ્ત મુલાકાતો ચાલી રહી હતી. સંજયને હૃતિકનું કામ બહુ ગમે છે અને બંનેએ બે વર્ષ પહેલાં ગુઝારિશમાં સાથે કામ કર્યું હતું. સંજય અને હૃતિકે હાલમાં સાથે મળીને આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસમાં આ વિશે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી સતત અપડેટ્સ રહેવા અમારી સાથે જોડાવો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે