નવી દિલ્હીઃ WAR Box Office Collection: રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વોર' એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મએ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. ગ્રોસ કલેક્શન વર્લ્ડવાઇડ 400 કરોડની કમાણી કરી ચુકેલી ફિલ્મએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોની ટોપ-10 લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે. ફિલ્મએ હાલમાં રિલીઝ થયેલી શાહિદ કપૂરની 'કબીર સિંહ'ને પાછળ છોડી દીધી છે.
મૂવી ક્રિટિક્સ તરણ આદર્શે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તરણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'વોર' 10 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. આ લિસ્ટમાં નંબર એક પર 'બાહુબલી-2 (હિન્દી) છે. ત્યારબાદ દંગલ, સંજૂ, પીકે, ટાઇગર ઝિંદા હૈ, બજરંગી ભાઈજાન, પદ્માવત, સુલ્તાન, ધૂમ અને વોર સામેલ છે. 11મા સ્થાન પર શાહિદ કપૂરની કબીર સિંહ છે. ત્યારબાદ 12મા સ્થાનપર વિક્કી કૌશલની ઉરી છે.'
#War emerges 10th highest grossing #Hindi film... 1. #Baahubali2 [#Hindi], 2. #Dangal, 3. #Sanju, 4. #PK, 5. #TigerZindaHai, 6. #BajrangiBhaijaan, 7. #Padmaavat, 8. #Sultan, 9. #Dhoom3, 10. #War... #KabirSingh moves to the 11th position, while #Uri is on 12th. #India biz.
— taran adarsh (@taran_adarsh) October 16, 2019
તો આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાં કમાણી કરવાના મામલામાં વોર નંબર-1 ફિલ્મ થઈ ગઈ છે. ફિલ્મએ કબીર સિંહને પાછળ છોડીને પ્રથમ સ્થાન પર કબજો કરી લીધો છે. આ લિસ્ટમાં વોર બાદ કબીર સિંહ, ઉરી, ભારત અને મિશન મંગલ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પ્રમાણે વોરે અત્યાર સુધી ભારતમાં 280.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો કબીર સિંહે 278 કરોડ અને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકે 245 કરોડની કમાણી કરી હતી. સલમાન ખાનની ભારતે 216 અને અક્ષય કુમારની મિશન મંગલે 202 કરોડની કમાણી કરી હતી.
Top 5 *highest grossing* #Hindi films - 2019 releases...
1. #War [still running]
2. #KabirSingh
3. #Uri
4. #Bharat
5. #MissionMangal#India biz.
Note: As on 15 Oct 2019.— taran adarsh (@taran_adarsh) October 16, 2019
મહત્વનું છે કે વોર હજુ સિલ્વર સ્ક્રીન પર ચાલી રહી છે. તેવામાં હજુ કમાણીમાં વધારો થઈ શકે છે. પરંતુ આવનારા સપ્તાહે વોર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. 18 ઓક્ટોબરે સેફ અલી ખાનની 'લાલ કપ્તાન' રિલીઝ થશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે અક્ષયની હાઉસફુલ-4 પણ આવવાની છે. તેવામાં વોરની કમાણી ધીમી પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે