Saif Ali Khan Son Ibrahim: સોશિયલ મીડીયામાં સ્ટાર કિડ્સના ફોટા લોકોને ખૂબ ચર્ચાની તક આપે છે. તાજા મામલામાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અને અર્જુન રામપાલની પુત્રી માહિકા રામપાલનો છે. સૈફના પુત્ર દ્રારા પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો બાદ સોશિયલ મીડિયા પર સવાલ ઉદભવી રહ્યા છે કે શું તે અર્જુન રામપાલની પુત્રી માહિકાને ડેટ કરી રહ્યા છે? આ ફોટા લંડનની એક ક્લબના છે. જેમાં ઇબ્રાહિમ અને માહિકા પોતાના ફ્રેન્ડ સાથે છે. જેવા જ ઇબ્રાહિમએ આ ફોટા પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યા, લોકોએ તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.
ઇબ્રાહિમ રહે છે ચર્ચામાં
જોકે આ ફોટા ખૂબ સ્પષ્ટ નથી પરંતુ બ્લર છે. જેમાં ઇબ્રાહિમ પોતાના મિત્રો ઓહરામ અવાત્મરામન તથા માહિકા સાથે ખુશ જોવા મળી રહ્યા છે. ઇબ્રાહીમ અને માહિકા બંને જ બ્લેક ડ્રેસમાં છે. જ્યારે તેમના મિત્ર પીળા રંગના શર્ટમાં છે. ફોટામાં માહિલા હસતી જોવા મળી રહી છે. ઇબ્રાહિમ ગત કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયામાં દેખાવા લાગ્યા છે અને ધીમે ધીમે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સાથે તેમના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા હતા. ઇબ્રાહિમ અને પલકને કેટલાક અવસર પર મુંબઇની રેસ્ટોરેન્ટમાં પણ ધીમે ધીમે જોવા મળી. બીજી તરફ માહિકા મોટાભાગે ફિલ્મી માહિલથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની ફેન ફોલોઇંગ છે. ગત થોડા દિવસોમાં તે અજય દેવગણ કાજોલની પુત્રી ન્યાસા સાથે લંડનમાં પાર્ટી કરતી જોવા મળી હતી. તે ફોટા વાયરલ થયા હતા.
બોલીવુડમાં એન્ટ્રીની તૈયારી
ઇબ્રાહિમ બોલીવુડમાં એન્ટ્રીની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તે પહેલાં ફિલ્મી માહોલમાં ઢાળવાની ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે રણવીર સિંહ આલિયા ભટ્ટ સ્ટારર કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આસિસ્ટેન્ટ ડાયરેક્ટર છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને લઇને આ નવું અપડેટ છે કે આ વર્ષના અંત સુધી રિલીઝ થનારી ફિલ્મ હવે 2023 માં વેલેંટાઇનના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીના સમાચાર બાદ આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું છે કે કરણ જોહર કેટલાક સીન ફરીથી શૂટ કરવા માંગે છે. એટલા માટે રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે