Home> Entertainment
Advertisement
Prev
Next

દાદા પટૌડીની જેમ ક્રિકેટ રમતો દેખાયો Ibrahim Ali khan, VIDEO વાયરલ

દાદી શર્મિલા ટાગોરે હાલમાં જાહેરમાં નિવેદન આપ્યું હતું કે ઇબ્રાહિમ લાંબો છે અને ક્રિકેટ રમે છે એટલે બિલકુલ દાદા જેવો લાગે છે

દાદા પટૌડીની જેમ ક્રિકેટ રમતો દેખાયો Ibrahim Ali khan, VIDEO વાયરલ

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ પોતાના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali khan)ની સિદ્ધિઓથી ખુશ છે. સારા અલી ખાન બોલિવૂડમાં સફળતાના શિખર સર કરી રહ્યા છે જ્યારે ઇબ્રાહિમ ક્રિકેટમાં હાથ અજમાવી રહ્યો છે. ઇબ્રાહિમ પોતાના દાદા મન્સુર અલી ખાન પટૌડી (Mansoor Ali Khan Pataudi)ના રસ્તા પર ચાલી રહ્યો છે. 

fallbacks

Jai Mummy Diનું ગીત ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધમાલ, 1 દિવસમાં મળ્યા લાખો વ્યુઝ

હાલમાં ઇબ્રાહિમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ક્રિકેટ રમી રહ્યો છે. ઇબ્રાહિમ જ્યારે પણ ક્રિકેટની પ્રેકટિસ કરે છે ત્યારે તેના ચાહકો અને ફોટોગ્રાફર્સ તેને ઘેરી લે છે. 

VIDEO : Street Dancer 3Dનું ટ્રેલર રિલીઝ, જોવા મળશે ભારત અને પાકિસ્તાન વચ્ચે ધમાલ સ્પર્ધા

ઇબ્રાહિમ અને સારા વિશે તેમની સ્ટેપ મધર કરીના કપૂર પણ ઇન્ટરવ્યૂમાં કહી ચુકી છે કે અમૃતા સિંહે તેમનો ઉછેર બહુ સારી રીતે કર્યો છે. સૈફની માતા શર્મિલા પણ ઇબ્રાહિમ અને સારાથી બહુ ખુશ છે. હાલમાં કરીનાના શો પર આવેલી શર્મિલાને કરીનાએ પૂછ્યું કે, ‘તૈમૂર, ઈનાયા, સારા અને ઈબ્રાહિમમાંથી ફેવરિટ પૌત્ર કે પૌત્રી કોણ છે?’ શર્મિલાએ કહ્યું, ‘મારા દરેક પૌત્ર-પૌત્રી અને દોહિત્રી એકબીજાથી અલગ છે. મને ખુશી છે કે, મારી પાસે બે જુવાન અને બે નાના-નાના પૌત્ર-પૌત્રી છે. હું સારાના ઈન્ટરવ્યૂ જોઉં ત્યારે મને તેના પર ગર્વ થાય છે. બધા બાળકોમાંથી ઈબ્રાહિમ જ એવો છે જે સંપૂર્ણપણે પટૌડી પરિવારનો સભ્ય હોય તેવો લાગે છે કારણકે ઈબ્રાહિમની હાઈટ વધારે છે અને તેને ક્રિકેટ પસંદ છે.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More