Kareena Kapoor Hugs Shahid Kapoor: જયપુરમાં આજે IIFA 2025 નું આયોજન થયું છે, જ્યાં એક બાદ એક સેલિબ્રિટી પહોંચી રહ્યાં છે. કરીના કપૂર, કાર્તિક આર્યન, ફિલ્મ મેકર કરણ જોહરથી લઈને શાહિદ કપૂર અને કૃતિ સેનન પણ આ ઈવેન્ટમાં સામેલ થયા પહોંચી ગયા છે. આ દરમિયાન એક શાનદાર મૂમેન્ટ જોવા મળી જ્યારે કરીના કપૂરે શાહિદ કપૂરને ગળે લગાવ્યો હતો.
પાછલા વર્ષે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કરીના કપૂર શાહિદ કપૂરને નજરઅંદાજ કરતા આગળ જતી રહી હતી. તો હવે IIFA માં કરીના કપૂરે શાહિદને મંચ પર જોવાની સાથે ગળે લગાવ્યો હતો. એટલું જ નહીં કરીનાએ શાહિદ સાથે વાતચીત પણ કરી અને બંનેએ સાથે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન મંચ પર કરણ જોહર, બોબી દેઓલ અને કાર્તિક આર્યન પણ હાજર હતા.
સ્ટાઇલિશ લુકમાં IIFA પહોંચી કરીના કપૂર
કરીના કપૂર IIFA માં ન્યૂઝ પેપર પ્રિન્ટેડ કોર્સેટમાં પોતાના સ્ટાઇલિશ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી. બ્લેક બૂટ્સની સાથે તેણે પોતાના લુકને ઇનહેન્સ કર્યો અને ખુલા વાળ રાખ્યા હતા. તો ઓફ વ્હાઇટ બ્લેઝર પેન્ટમાં શાહિદ કપૂર પણ હેન્ડસમ લાગી રહ્યો હતો. એક્ટરે બ્રાઉન ફોર્મલ શૂઝની સાથે પોતાના લુકને પૂરો કર્યો હતો.
આ પણ વાંચોઃ તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપનું કારણ આવ્યું સામે, આ જીદના કારણે બંને થયા
વર્ષોના ડેટિંગ બાદ થયું હતું બંનેનું બ્રેકઅપ
મહત્વનું છે કે કરીના કપૂર અને શાહિદ કપૂર એક સમયે બોલીવુડના પોપુલર કપલ્સ હતા. ઘણા રિપોર્ટ્સ પ્રમાણે બંને એકબીજાને વર્ષો સુધી ડેટ કરતા હતા પરંતુ 2007માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બંનેએ એક સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં જબ વી મેટ સૌથી પોપુલર રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે