Home> Entertainment
Advertisement
Prev
Next

Good News શેર કર્યા બાદ પહેલીવાર Ileana D'Cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Ileana D Cruz flaunts baby bump: થોડા સમય પહેલા જ અભિનેત્રીએ પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત કરી હતી. આ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની હતી કે ઇલિયાના એ હજુ સુધી લગ્ન કર્યા નથી. લગ્ન પહેલા તેણે પ્રેગ્નન્સી અનાઉન્સ કરતા ખળભળાટ મચી ગયો હતો.

Good News શેર કર્યા બાદ પહેલીવાર Ileana D'Cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Ileana D Cruz flaunts baby bump: રેડ, બરફી અને રુસ્તમ જેવી ફિલ્મોમાં પોતાની અદાકારીથી લોકોને મંત્રમુગ્ધ કરનાર અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ હાલ પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ પોતાની પ્રેગનેન્સી ની જાહેરાત કરી હતી. આ વાત ચર્ચાનો વિષય એટલા માટે બની હતી કે ઇલિયાના એ હજુ સુધી લગ્ન કર્યા નથી. લગ્ન પહેલા તેણે પ્રેગ્નન્સી અનાઉન્સ કરતા ખળભળાટ મચી ગયો હતો. તેવામાં વધુ એક વખત તેણે સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે જે ચર્ચામાં છે અને વાયરલ પણ થઈ રહી છે. 

fallbacks

આ પણ વાંચો:

સૂરજ પંચોલી જ નહીં આ 6 કલાકારો પણ ફસાયા વિવાદોમાં અને કારર્કિદીનો આવ્યો અંત

લેડી સિંઘમ બની સોનાક્ષી સિન્હા, એક્શન-થ્રિલર વેબ સીરિઝ દહાડનું જુઓ ટ્રેલર

સુહાના ખાનનો સ્વિમિંગ કરતો વીડિયો વાયરલ, બેકફ્લિપ જોઈ શાહરુખ ખાને કહ્યું કંઈક આવું..

પ્રેગનેન્સી અનાઉન્સમેન્ટ પછી પહેલી વખત અભિનેત્રીએ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે. ઇલિયાના ડિક્રુઝે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ટોરીમાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બેડ ઉપર બેઠી છે અને કપ તેના હાથમાં છે. આ વીડિયોમાં તેનો ચહેરો તો દેખાતો નથી પરંતુ તેનું બેબી બમ્પ દેખાય છે. ત્યાર પછી બેડ ઉપર બેઠેલી તેની બિલાડી પર ફોકસ થાય છે અને વિડિયો પૂરો થાય છે. 

ઇલિયાના ડિક્રુસે થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર બે તસવીર પોસ્ટ કરી હતી. જેમાં એક નાના બાળકના કપડા દેખાતા હતા અને બીજી તસ્વીરમાં મ્મમાં લખેલું પેન્ડલ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More