નવી દિલ્હી : અભિનેત્રીઇલિયાના ડિક્રૂઝ પોતાનાં એક ટ્વીટના કારણે સમાચારોમાં છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, તે ઉંઘમાં ચાલે છે. આ કારણે તેનાં પગમાં ઘા હોય છે. ઇલિયાનાએ શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, હવે તેઓ એ વાતનેસ સંપુર્ણ રીતે માની ચુક્યા છે કે ઉંઘમાં ચાલે છે. કદાચ એવું જ છે કારણ કે સવારે ઉઠ્યા બાદ જ્યારે મારા પગ સોજેલા હોય છે અને ઘા પણ હોય છે. જેથી તેનાથી બચવાની અન્ય કોઇ પણ તરકીબ નથી હોતી. ઇલિયાના આ બિમારીથી ખુબ જ પરેશાન છે.
બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ
I’m almost entirely convinced that I sleep walk.....
Almost.
Maybe.
Probably.
-
There’s no other way to explain how I wake up with mysterious bumps and bruises on my legs 🤷🏻♀️— Ileana D'Cruz (@Ileana_Official) September 14, 2019
રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
ઇલિયાનાની આ પોસ્ટ વાંચીને ફેંસને તેની ચિંતા થવા લાગી. લોકોએ તેને રૂમમાં એક વીડિયો કેમેરો લગાવવાની સલાહ આપી. જો કે કેટલાક ફેન્સે આ કિસ્સાને હૉન્ટેડ પણ ગણાવ્યા. એક યુઝરે તેના પર કોમેન્ટ કરતા લખ્યું કે, જ્યારે તમે ઉઠો છો તો તમે પોતે પથારી પર જ હો છો કે અન્ય કોઇ સ્થળ પર. જો પોતાને કોઇ અન્ય સ્થળ પર હાજર હો છો તો સ્લીપ વોકિંગ છે નહી તો તમે ભુતોનો શિકાર પણ બની ગયા હોઇ શકો છો.
યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO
ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા
વર્કફ્રંટની વાત કરીએ તો ઇલિયાના ગત્ત વખતે તેલુગુ ફિલ્મ અમર અકબર એન્થોનીમાં જોવા મળી હતી. તેમાં અભિનેત્રી ઉપરાંત રવિ તેજાએ કામ કર્યું હતું. ફિલ્મ મુદ્દે ઘણુ બઝ હતું. હાલ તો ઇલિયાના પોતાની આગામી ફિલ્મ પાગલપંતીની તૈયારી કરી રહી છે. ફિલ્મના નિર્દેશન અનીસ બઝમી કરી રહ્યા છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ, અનિલ કપુર, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ જેવા સિતારાઓ જોવા મળશે. ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે