Home> Entertainment
Advertisement
Prev
Next

કેટરિના ગમે તેટલું કરે પણ હવે તેની જાળમાં નહીં ફસાય સલમાન ! આ તસવીર છે પુરાવો

સલમાનની એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની છે

કેટરિના ગમે તેટલું કરે પણ હવે તેની જાળમાં નહીં ફસાય સલમાન ! આ તસવીર છે પુરાવો

મુંબઈ : હાલમાં સલમાન ખાન, યુલિયા વેન્તુર અને અરબાઝ ખાનનો દીકરો અરહાન એરપોર્ટ પર ક્લિક થઈ ગયા હતા. તેઓએ ગોવામાં એકસાથે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતું. આ તસવીરમાં સલમાન અને યુલિયા એકબીજાની કંપનીમાં ખુશ અને કમ્ફર્ટેબલ લાગતા હતા. 

fallbacks

હાલમાં સલમાન ખાને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પનવેલના ફાર્મહાઉસમાં પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે સલમાનને તેની ગર્લફ્રેન્ડ યુલિયાએ પ્રેમથી છલકાતી ગિફ્ટ આપી છે. મળતી માહિતી પ્રમાણે યુલિયાએ બોયફ્રેન્ડ સલમાનને ગિફ્ટ તરીકે ગળામાં પહેરવાની રોમેનિયન સ્ટાઇલની ક્રોસની જ્વેલરી આપી છે. સલમાને પણ જાહેરમાં આ ક્રોસને પહેરીને એનું પ્રદર્શન કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી સલમાન અને એક્સ ગર્લફ્રેન્ડ કેટરિનાની નજીક આવી રહ્યા હોય એવા સમાચાર હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

arhaan khan , lulia ventur Salman khan Clicked at airport. #picoftheday #family #friends #vacation

A post shared by yogen shah (@yogenshah_s) on

કરીના કપૂર ખાનના આ મેટાલિક ગાઉનની કિંમત કેટલી ? તમે ધારી પણ ન શકો એટલી

સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાના ઘણા નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમા રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. કેટરિના ડિપ્રેશનમાં સરી પડી અને ફરી તેણે સલમાનના ખભાનો સહારો લીધો અને તેના કપરા દિવસોમાં સલમાને સંભાળી લીધી. હવે કેટરિના માટે સલમાન સર્વેસર્વા થઇ ગયો છે. સલમાન અને કેટરિના આગામી ફિલ્મ 'ભારત'નું શૂટિંગ સાથે કરી રહ્યા છે. સૂત્રની વાત સાચી માનીએ તો, સલમાન અને કેટરિના ફરી એકબીજાની નજીક આવી ગયા છે. શૂટિંગ બાદ કેટરિના અને સલમાન વધુ સમય સાથે પસાર કરી રહ્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More