Home> Entertainment
Advertisement
Prev
Next

હવે ઈમરાન ખાનનો ઘટસ્ફોટઃ ત્રણ મહિલાઓએ વિકાસ બહેલનાં કાળા કરતૂતો અંગે મને જણાવ્યું હતું

#Me Too અભિયાનને સમર્થન આપતા અભિનેતા ઈમરાન ખાતે બોલિવૂડ સાથે સંકળાયેલા અનેક રહસ્યો ઊજાગર કર્યા છે

હવે ઈમરાન ખાનનો ઘટસ્ફોટઃ ત્રણ મહિલાઓએ વિકાસ બહેલનાં કાળા કરતૂતો અંગે મને જણાવ્યું હતું

નવી દિલ્હીઃ #Me Too અભિયાન શરૂ થયા બાદ બોલિવૂડમાં દરરોજ નવા-નવા ઘટસ્ફોટ અને જાતીય સતામણીના નવા-નવા કિસ્સા બહાર આવી રહ્યા છે. હવે, અભિનેતા ઈમરા ખાને પણ #Me Too અભિયાનનું સમર્થન કરીને ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા અનેક રહસ્યો બહાર પાડ્યા છે. 

fallbacks

એક અખબાર સાથેની વાતચીતમાં ઈમરાન ખાને જણાવ્યું કે, "#Me Too અભિયાન બોલિવૂડમાં શરૂ થવાથી હું ઘણો જ ખુશ છું. અનેક ફિલ્મસ્ટાર આજે પણ પોતાની સાથે થયેલા શોષણનો શરમને કારણે કે પછી દબાણને કારણે વિરોધ કરી શક્તા નથી. આ યાદીમાં આલોકનાથ, વિકાસ બહેલ, નાના પાટેકર જેવા નામ તો ઘણા ઓછા છે."

ઈમરાને વધુમાં જણાવ્યું કે, "હું ઘણા સમયથી જાતીય શોષણ અંગે બોલવા માગતો હતો, પરંતુ મને ચુપ રહેવા જણાવાયું હતું, કેમ કે ક્યાંક લોકો એમ ન સમજી બેસે કે હું આ બધુ પબ્લિસિટી માટે કરી રહ્યો છું. આ બધી બાબતો મારી સામે પણ અનેક વર્ષોથી થતી રહી છે અને હું કંઈ જ કરી શક્યો નથી. મને અંદરથી ઘણું જ દુઃખ થતું હતું. હું એટલા માટે ચુપ રહ્યો કેમકે હું જાણતો હતો કે મારો સાથ કોઈ નહીં આપે."

'જાને તુ... યા જાને ના' ફિલ્મના અભિનેતાએ જણાવ્યું કે, "મારી કારકિર્દીની શરૂઆતની વાત છે. એક ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે અભિનેત્રીને પસંદ કરવાની હતી. તેના માટે ટેસ્ટ આપવા આવેલી યુવતીઓને બિકીની ફોટો શૂટ કરાવવા જણાવાયું. એ તસવીરો ડાયરેક્ટરના લેપટોપમાં પહોંચી. હકીકતમાં આ કોઈ કોસ્ચ્યુમ ટેસ્ટ ન હતો કે માર્કેટિંગ માટે પણ તેનો ઉપયોગ થવાનો ન હતો. તો પછી આ તસવીરો શા માટે પડાવાઈ હતી?  

fallbacks

(ફિલ્મ 'ક્વીન'ની અભિનેત્રી કંગના રણોત અને નયની દિક્ષીતે વિકાસ બહલ પર આરોપ લગાવ્યા છે)

ત્યાર બાદ એ તસવીરોમાંથી ત્રણ યુવતીઓને પસંદ કરવામાં આવી. મને એમ લાગ્યું કે, આ ઘણું જ ખોટું છે. તે એક માનસિક અને લાગણીશીલ શોષણ છે અને તે લોકો પોતાના પદનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે." ઈમરાનની ઈચ્છા છે કે તે જે અભિનેત્રીઓની વાત કરી રહ્યા છે તે પણ આ મુદ્દે જાહેરમાં આવીને પોતાના શોષણ અંગે અવાજ ઉઠાવે. 

તનુશ્રી દત્તા બુરખો પહેરીને પહોંચી પોલીસ સ્ટેશન, નાના પાટેકાર સામે આપ્યું નિવેદન 

fallbacks

(તનુશ્રી દત્તા અને નાટા પાટેકર)

વિકાસ બહલ અંગે ઈમરાને જણાવ્યું કે, "અત્યારે બધા જ વિકાસ બહલની વાતો કરી રહ્યા છે. મેં પણ તેમના અંગે ત્રણ મહિલાઓના કિસ્સા સાંભળ્યા છે. તે ખોટી રીતે અભિનેત્રીઓને સ્પર્શ કરતો હતો અને કહેતો કે જો મેં તને ફિલ્મમાં કામ આપ્યું છે તો તેના બદલામાં મને શું મળશે. આ વાત લગભગ મને એક વર્ષ પહેલાં સાંભળવા મળી હતી. જો હું ખોટો નથી તો ફિલ્મી દુનિયામાં દરેક જણ આ બાબત જાણે છે."

હવે હું ચુપ નહીં રહું 
ઈમરાને જણાવ્યું કે, "જો કોઈ પણ મહિલા જાતીય શોષણનો ભોગ બની રહી છે તો તે સામે આવે, હું તેને સાથ આપીશ। હવે હું ચુપ નહીં રહું. હું એ નથી ઈચ્છતો કે મહિલાઓને એમ ન લાગે કે પુરુષ તેમની સાથે નથી. 

હું ઘણા સમયથી આ બાબતો અંગે મૌન હતો, જે મારા અંતઃકરણને ખૂંચતું હતું. કોઈ જાણીતી વ્યક્તિનું નામ ચર્ચામાં આવતાં જ મહિલાઓ જાતીય શોષણ સામે અવાજ નથી ઉઠાવતી. કેમ કે આવી વ્યક્તિ સામે પુરાવા એક્ઠા કરવા ઘણું જ મુશ્કેલ હોય છે. પુરાવા વગર કંઈ પણ સાબિત થઈ શક્તું નથી."

#Me Too : જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો 

#Me Too કેમ્પેઈનની શરૂઆત
તનુશ્રીના આરોપો બાદ સોશિયલ મીડિયામાં ફરીથી #Me Too કેમ્પેઈન શરૂ થયું છે. જેના અંતરગ્ત ઈન્ડસ્ટ્રી, મીડિયા, રાજનીતિ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા જાતીય શોષણના કિસ્સાઓ જાહેર કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મ નિર્દેશક રજત કપૂર, વિકાસ બહેલ, અભિનેતા આલોકનાથ, ગાયક કૈલાશ ખેર, લેખક ચેતન ભગત, પત્રકાર-સંપાદક અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બર અને સ્ટેન્ડ અપ કોમેડિયન અદિતી મિત્તલ સામે જાતીય શોષણના આરોપો લાગી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More