Home> Entertainment
Advertisement
Prev
Next

Anant Ambani-Radhika Merchant ના પ્રી વેડિંગ ફંકશનમાં શાહરુખ, આલિયા, રણબીર કરશે પરફોર્મ, રિહર્સલ માટે જામનગર પહોંચ્યો શાહરુખ

Anant Ambani Radhika pre-wedding: સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં શાહરુખ ખાન પોતાની ટીમ સાથે જામનગર એરપોર્ટ પર સ્પોટ થયો હતો. 

Anant Ambani-Radhika Merchant ના પ્રી વેડિંગ ફંકશનમાં શાહરુખ, આલિયા, રણબીર કરશે પરફોર્મ, રિહર્સલ માટે જામનગર પહોંચ્યો શાહરુખ

Anant Ambani Radhika pre-wedding: નીતા અંબાણી અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ લગ્ન અત્યારથી જ ચર્ચામાં છે. કારણ કે લગ્ન પહેલાં માર્ચ મહિનામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ફંક્શન કરવામાં આવશે. જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓ માત્ર અંબાણી પરિવાર જ નહીં બોલીવુડના કલાકારો પણ કરી રહ્યા છે. કારણ કે આ લગ્નમાં શાહરુખ ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના કલાકારો પણ ધૂમ મચાવશે. 

fallbacks

આ પણ વાંચો: Rakul-Jackky Video: હલ્દી, મહેંદી,સંગીતથી લઈ લગ્નમાં રકુલ-જૈકી કરી ખુબ મસ્તી

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં થવાના છે. 1 માર્ચથી અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થશે જે 4 માર્ચ સુધી જામનગરમાં ચાલશે. આ ફંકશનમાં દુનિયાભરના દિગ્ગજો પહોંચવાના છે. આ પ્રિ વેડિંગ ફંક્શનમાં બોલીવુડના કલાકારો પરફોર્મ કરવાના છે. 

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં શાહરુખ ખાન સહિત આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિતના કલાકાર ડાન્સ પર્ફોર્મન્સ કરશે. 

આ પણ વાંચો: OTT પ્લેટફોર્મની 5 સૌથી ખતરનાક હોરર વેબ સીરીઝ, જોયા પછી ઘરમાં એકલા રહેવામાં લાગે બીક

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં શાહરુખ ખાન પોતાની ટીમ સાથે જામનગર એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચર્ચાઓ શરૂ થઈ છે કે શાહરુખ ખાન પ્રિ વેડિંગ ફંક્શનના પર્ફોર્મન્સના રિહર્સલ માટે જામનગર પહોંચ્યો છે. 

શાહરુખ ખાન ઉપરાંત આ લગ્નમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ ડાન્સ કરશે. આ કપલ પણ થોડા સમય પહેલા જામનગર પહોંચ્યું હતું. અંબાણી પરિવારના જામનગરના ફાર્મહાઉસ ખાતે આ બંને જોવા મળ્યા હતા. આલિયા અને રણબીર અનંત અને રાધિકાના લગ્નમાં શાનદાર પર્ફોર્મન્સ કરવાના છે. 

આ પણ વાંચો: ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે

ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન 12 જુલાઈ 2024 ના રોજ મુંબઈમાં થવાના છે. પરંતુ લગ્ન પહેલા તેમના પ્રી વેડિંગ ફંક્શન ધામધૂમથી જામનગરમાં યોજાશે. આ લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન હશે. વેડિંગ ફંક્શનમાં પણ દુનિયાભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More