Aryan Khan 1 Day Income: શાહરુખ ખાનના દિકરા આર્યન ખાને 30 એપ્રિલ પોતાની ક્લોધિંગ બ્રાન્ડ લોન્ચ કરી છે. આ બ્રાન્ડના કપડાની કિંમત લાખો રૂપિયાની છે. તેમ છતાં લોંચ થયાના એક જ દિવસમાં સ્ટોક ક્લિયર થઈ ગયો છે. આર્યન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ વાત જણાવી હતી. આર્યન ખાનની આ બ્રાન્ડનું પ્રમોશન ખુદ શાહરુખ ખાન કરી રહ્યો છે.
આ પણ વાંચો:
The Kerala Story ફિલ્મને મળ્યું A સર્ટીફિકેટ, વિવાદ બાદ 2 ડાયલોગ અને 10 સીન કટ
આ છે ટીવીના સૌથી ભયંકર હોરર શો, ઝી હોરર શોના તો મ્યુઝીકથી પણ થરથર ધ્રુજતા લોકો
'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ વિવાદ, સંગઠને કહ્યું દાવો સાચો સાબિત કરો અને 1 કરોડ લઈ જાઓ
આર્યન ખાનનું કલેક્શન 30 એપ્રિલે ઓનલાઇન સેલ માટે મૂકવામાં આવ્યું હતું. ઓનલાઇન સેલ શરૂ થવાની સાથે જ તેને ખરીદવા માટે લોકોની પડાપડી થવા લાગી અને એક જ દિવસમાં સ્ટોક પૂરો થઈ ગયો. સ્ટોક પૂરો થયા પછી ઈન્સ્ટાગ્રામ પર આર્યન ખાને પોસ્ટ શેર કરીને લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે નેક્સ્ટ સ્ટોક માટે તૈયાર રહે.
આર્યનની પોસ્ટને શાહરૂખ ખાને પણ પોતાની સ્ટોરીમાં શેર કરી હતી. આર્યન ખાનની બ્રાન્ડના પ્રમોશન માટે શાહરુખ ખાને જે લેધર જેકેટ પહેરી હતી તે જેકેટ થોડી જ કલાકોમાં સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. આ જેકેટ ઉપર શાહરુખ ખાનના સિગ્નેચર પણ હતા. આ લેધર જેકેટના 30 પીસ હતા જેની કિંમત 2 લાખથી વધુ હતી. એટલે કે આર્યન ખાને ફક્ત જેકેટ વેચીને થોડા જ કલાકોમાં લાખો રૂપિયાની કમાણી કરી લીધી.
આર્યન ખાનની બ્રાન્ડના કપડાની કિંમત લાખો રૂપિયામાં છે. હાલ આ પ્રીમિયમ બ્રાન્ડના કપડા ઓનલાઇન જ ઉપલબ્ધ છે. આ બ્રાન્ડમાં સૌથી ઓછી કિંમતના આઉટ ફીટની કિંમત 20,000 છે. આ બ્રાન્ડના એક ટીશર્ટની કિંમત 24000 છે અને જેકેટ 2 લાખથી વધુની કિંમતનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે