Home> Entertainment
Advertisement
Prev
Next

AUSvsIND: ટીમની જીત પર બોલીવુડે આપી શુભેચ્છા, શાહરૂખ બોલ્યો- આખી રાત જાગીને મેચ જોઈ

Bollywood Celebs Reaction On Indian Team Win Against Australia: ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમની પ્રશંસા થઈ રહી છે. રાજનેતાઓથી લઈને બોલીવુડના સેલિબ્રિટીઓ ટીમને શુભેચ્છા આપી રહ્યાં છે. 
 

AUSvsIND: ટીમની જીત પર બોલીવુડે આપી શુભેચ્છા, શાહરૂખ બોલ્યો- આખી રાત જાગીને મેચ જોઈ

બ્રિસબેનઃ IND vs AUS: ભારતીય ટીમે બ્રિસબેનના ગાબામાં મંગળવારે ચોથી ટેસ્ટ મેચ 3 વિકેટથી જીતીને ઈતિહાસ રચી દીધો છે. હવે સોશિયલ મીડિયા પર ખેલાડીઓને શુભેચ્છા મળી રહી છે. તેમાં બોલીવુડ સેલિબ્રિટી પણ સામેલ છે. 

fallbacks

બોલીવુડ ફિલ્મમેકર કરણ જોહરે પોતાના ધર્મા પ્રોડક્શનના એક વીડિયોને રીટ્વીટ કર્યો. આ વીડિયો ફિલ્મ ક્લિપ કભી ખુશી કભી ગમનો છે. તેમાં કાજોલ ભારતનો તિરંગો લઈ જોરથી જીતી ગયા તેમ કહે છે. આ શેર કરતા કરણે લખ્યુ, દેશનો મૂડ આ છે.

તો રણવીર સિંહે ટીમની એક તસવીર શેર કરતા લખ્યુ, 'ઐતિહાસિલ જીત. શું પ્રયાસ કર્યો છે. ગર્વ છે. આ સાથે તેણે તિરંગાની ઇમોજી બનાવી.'

શાહરૂખ ખાને ટ્વીટ કર્યુ, અમારી ટીમની શું શાનદાર જીત થઈ છે. દરેક બોલ જોવા માટે આખી રાત જાગ્યો. હવે શાંતિથી આરામ કરીશ અને આ જીતનો અનુભવ કરીશ. તમામ ખેલાડીઓને પ્રેમ અને તેના લડવાની પ્રશંસા કરુ છું. ચક દે ઈન્ડિયા.

રિતેશ દેશમુખે લખ્યુ, ઈન્ડિયા ઝિંદાબાદ... ટીમ ઈન્ડિયા તમારા પર ગર્વ છે. આ જીત મોટી છે. શુભેચ્છા કેપ્ટન.

સુનીલ શેટ્ટીએ ટીમ ઈન્ડિયાની તસવીર શેર કરતા લખ્યુ, આ ઐતિહાસિક જીત માટે શુભેચ્છા ટીમ ઈન્ડિયા... ક્રિકેટનું ભવિષ્ય ચમકી રહ્યું છે. 

અક્ષય કુમારે ટીમની તસવીર શેર કરતા ટ્વીટ કર્યુ, દમદાર પ્રદર્શન માટે શુભેચ્છા ટીમ ઈન્ડિયા. મુશ્કેલીઓ વિરુદ્ધ જીતીને ઈતિહાસ બનાવી દીધો. ખરેખર તમે ચેમ્પિયન છો. 

ભારત તરફથી બીજી ઈનિંગમાં યુવા ઓપનર શુભમન ગિલે 91 જ્યારે રિષભ પંતે અણનમ 89 રન બનાવ્યા. પૂજારાએ 56 રનનું યોગદાન આપ્યું હતું. એડિલેડમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ત્યારબાદ ભારતે મેલબોર્નમાં જીત મેળવી અને સિડની ટેસ્ટ ડ્રો કરાવી હતી. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More