Home> Entertainment
Advertisement
Prev
Next

પીએમની બાયોપિકમાં 'આ' હિરોઇનો બનશે તેમના માતા અને પત્ની!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં કયો એક્ટર કયું પાત્ર ભજવશે તેને લઈને લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જોવા મળી રહી છે

પીએમની બાયોપિકમાં 'આ' હિરોઇનો બનશે તેમના માતા અને પત્ની!

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની ચર્ચા છે. આ ફિલ્મનું ઘણું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં મનોજ જોષી રાજકારણી અમિત શાહનું પાત્ર ભજવવાના છે. હવે વડાપ્રધાનની માતા હીરાબેન મોદીનું પાત્ર કોણ ભજવશે તેનો પણ ખુલાસો થયો છે.

fallbacks

fallbacks

હિરાબાના રોલમાં ઝરીના વહાબ

fallbacks

બરખા બિશ્ત

fallbacks

પ્રોડ્યુસર સંદીપ સિંહે શેર કર્યું કે, “ફિલ્મ માટે જશોદાબેન અને હીરાબાના પાત્રની પસંદગી કરવી ખૂબ જ અઘરી હતી. અમે હીરાબાના પાત્ર માટે ઝરીના વહાબની પસંદગી કરી છે. તેમણે આ પાત્ર ભજવવા માટે સહમતિ આપી દીધી છે. આ પાત્રને તેમના કરતા સારો ન્યાય બીજું કોઈ ન આપી શકે.”

કપિલ શર્માના શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટી? ભારે પડી ફુલવામા એટેક પછીની કમેન્ટ

ઝરીના વહાબે પણ આ તક મળવાથી ખુશ છે. આ સિવાય એક્ટ્રેસ બરખા બિશ્ત ફિલ્મમાં મોદીની પત્ની જશોદાબેનનો રોલ ભજવશે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના રોલ માટે વિવેક ઓબેરોયની પસંદગી કરવામાં આવી છે. સંદીપ સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''ફિલ્મમાં લીડ રોલ માટે વિવેકની પસંદગી કરવા પાછળ અનેક કારણ છે. તેઓ અનુભવી અભિનેતા અને પર્ફોમર છે. વિવેક મનોરંજન ઉદ્યોગમાં છેલ્લા 18 વર્ષથી કામ કરી રહ્યો છે. તેઓ બહુમુખી અભિનેતા છે અને એક જ સમયે કંપની અને સાથિયા જેવી ફિલ્મોમાં અલગઅલગ પ્રકારના રોલ બહુ સરળતાથી કર્યા છે. હું 2014થી સાંભળી રહ્યો છું કે પીએમ મોદીની બાયોપિકમાં મુખ્ય રોલ પરેશ રાવલ કરશે પણ અમે આ માટે ક્યારેય તેમનો સંપર્ક નથી કર્યો.''

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More