Home> Entertainment
Advertisement
Prev
Next

#Throwback : જ્યારે કૈફી આઝમી સાથે લગ્ન કરવા આ છોકરીએ તોડી હતી સગાઈ, આવી હતી લવસ્ટોરી

દેશના મહાન કવિ અને લેખકમાં કૈફી આઝમીની ગણતરી થાય છે. તેમણે પોતાની કરિયરમાં બોલિવૂડમાં કામ કર્યું છે. આજે તેમની ડેથ એનિવર્સરી છે

#Throwback : જ્યારે કૈફી આઝમી સાથે લગ્ન કરવા આ છોકરીએ તોડી હતી સગાઈ, આવી હતી લવસ્ટોરી

નવી દિલ્હી : દેશના મહાન કવિ અને લેખકમાં કૈફી આઝમીની ગણતરી થાય છે. તેમણે પોતાની કરિયરમાં બોલિવૂડમાં કામ કર્યું છે. આજે તેમની ડેથ એનિવર્સરી છે ત્યારે તેમની લવસ્ટોરી જાણવાનું રસપ્રદ થઈ શકે છે. થોડા વર્ષો પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ અને કૈફી આઝમીની દીકરી શબાનાએ માહિતી આપી હતી કે તેમના અમ્મીએ પોતાની સગાઈ તોડીને કૈફી આઝમી એટલે કે તેમના અબ્બા સાથે લગ્ન કરી લીધા હતા.

fallbacks

મુશાયરામાં થયો પ્રેમ
હકીકતમાં શૌકત આઝમીએ હૈદરાબાદના એક મુશાયરમાં કૈફી આઝમીની નઝમ સાંભળીને નક્કી કરી લીધું હતું કે તે આ શાયર સાથે જ શાદી કરશે. શબાનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની પહેલી મુલાકાત વિશે અમ્મીએ કહ્યું હતું. શબાનાએ આપેલી માહિતી પ્રમાણે મુશાયરા પછી શૌકત ઓટોગ્રાફ લેવા પહોંચી તો કોલેજની છોકરીઓએ કૈફી સાહેબને ઘેરી રાખ્યા હતા. આ જોઈ અમ્મી સરદાર જાફરીનો ઓટોગ્રાફ લેવા પહોંચી ગઈ. કૈફી સાહેબ પાસેથી ભીડ ઓછી થઇ તો અમ્મીએ પોતાની ઓટોગ્રાફ બુક કૈફી તરફ લંબાવી. કૈફી સાહેબે એમને જાફરી સાહેબ પાસે જતા જોઈ લીધા હતા. એમણે શૌકતની ડાયરીમાં સાવ હળવો શેર લખ્યો હતો અને એમની સખી ઝકીયા માટે અત્યંત સુંદર શેર લખ્યો હતો. શૌકત બળીને રાખ થઇ ગઈ. એમણે કૈફી સાહેબને પૂછ્યું કે, ‘તમે મારા માટે આટલો ખરાબ શેર શું કામ લખ્યો? કૈફીએ કહ્યું, ‘તમે મારી પહેલા જાફરી સાહેબ પાસે ઓટોગ્રાફ લેવા શું કામ ગયા? ને બસ ત્યારથી બંનેનો પ્રેમ શરૂ થયો.

fallbacks

કરણ જોહરની ઉડી ગઈ છે રાતોની નિંદર અને હરામ થઈ ગઈ છે દિવસની શાંતિ કારણ કે...

ઘરમાં ભારે વિરોધ
પોતાના માતા અને પિતાના પ્રેમસંબંધ વિશે વાત કરતા શબાનાએ જણાવ્યું હતું કે એ સમયે અમ્મીની સગાઇ કોઈ બીજા સાથે થઇ ગઈ હતી. જયારે તેમણે ઘરમાં પોતાના પ્રેમ વિશે જાહેરાત કરી તો ભારે ધમાલ મચી ગઈ હતી. મારા અબ્બાએ એમને લોહીથી પત્ર લખ્યો. એક દિવસ કોઈને કહ્યા વગર નાના મારી અમ્મીને કૈફી કેવું જીવન જીવે છે એ બતાવવા મુંબઈ લઇ આવ્યા. બધું જોઈને અમ્મીએ કહ્યું કે મારે મજુરી કરવી પડે તો પણ હું તેમની સાથે જ લગ્ન કરીશ અને નાનાએ એમના ભાઈ અને તેમની અમ્મીની ગેરહાજરીમાં જ તેમના લગ્ન કરી દીધા.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More