Home> Entertainment
Advertisement
Prev
Next

આજે તબ્બુનો 48મો બર્થડે : આ એક્ટરને કારણે રહી છે કુંવારી

 બોલિવુડ એક્ટ્રેસ તબ્બુ આજે રવિવારે તેનો 48મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 4 નવેમ્બર, 1971ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનું રિયલ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. 14 વર્ષની ઉંમરમાં દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાન’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર તબ્બુ આજદિન સુધી અવિવાહિત છે. આ એક્ટર સાથેનું તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું. 

આજે તબ્બુનો 48મો બર્થડે : આ એક્ટરને કારણે રહી છે કુંવારી

નવી દિલ્હી : બોલિવુડ એક્ટ્રેસ તબ્બુ આજે રવિવારે તેનો 48મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 4 નવેમ્બર, 1971ના રોજ હૈદરાબાદમાં જન્મેલી તબ્બુનું રિયલ નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. 14 વર્ષની ઉંમરમાં દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાન’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર તબ્બુ આજદિન સુધી અવિવાહિત છે. આ એક્ટર સાથેનું તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું. 

fallbacks

તબ્બુએ 1985માં આવેલી ‘હમ નૌજવાન’ ફિલ્મમાં રેપની શિકાર બાળકીનું પાત્ર ભજવ્યું હતું. બોલિવુડના દિગ્ગજ એક્ટર દેવ આનંદ તેને આ ફિલ્મ દુનિયામાં લઈ આવ્યા હતા. 

fallbacks

ફિલ્મના એક સીનમાં દેવ આનંદ સાથે માસુમ તબ્બુ. (ફોટો સાભાર : Twitter)

ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર સાથે સંબંધ
બોલિવુડમાં તબ્બુના નામથી ફેમસ થઈ ચૂકેલી આ એક્ટ્રેસનું સૌથી પહેલા નામ સાજિદ નડિયાદવાલા સાથે જોડાયું હતું. પરંતુ આ સંબંધ વધુ સમય ચાલ્યો ન હતો. સાજિદ બાદ તબ્બુનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ એક્ટર નાગાર્જુનની નજીક આવી ગઈ હતી. બંને લાંબા સમય સુધી સાથે જોવા મળ્યા હતા. પરંતુ નાગાર્જુન પહેલેથી જ પરિણીત હોવાથી આ સંબંધ આગળ વધ્યો ન હતો. 

fallbacks

આ કારણે રહી સિંગલ
47 વર્ષની તબ્બુએ અત્યાર સુધી સિંગલ રહેવાનું કારણ એક્ટર અજય દેવગનને ગણાવ્યું હતું. તબ્બુએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અજય અને હું લાંબા સમયથી એકબીજાને જાણતા હતા. હું અજયને ત્યારથી ઓળખું છું, જ્યારથી તે મારા કઝીન સમીર આર્યાના પાડોશમાં રહેતો હતો. તે મારો બહુ જ સારો મિત્ર હતો. મને જો કોઈ યુવક મળવા આવતો તો બંને તેને ધમકી આપતા અને મારા પર નજર રાખતા. આ જ કારણે હું આજે પણ સિંગલ છું. ત્યારથી લઈને આજ દિન સુધી તબ્બુનું નામ માત્ર આ જ અભિનેતા સાથે જોડાયેલું રહ્યું.

fallbacks

અજય-તબ્બુની જોડીવાળી ફિલ્મો
અજય-તબ્બુએ તક્ષક, દ્રશ્યમ, ફિતુર, વિજયપથ અને હકીકત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યાર સુધી સેંકડો ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તબ્બુ ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ ઉપરાંત બે વાર નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More