Home> Entertainment
Advertisement
Prev
Next

લૉકડાઉનમાં સુપુર્દ-એ-ખાક થશે ઇરફાન, અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જવાની મંજૂરી

ઇરફાનનું નિધન તેવા સમયે થયું છે, જ્યારે દેશ લૉકડાઉનને કારણે ઘરમાં કેદ છે. માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવાર અને ફિલ્મ જગતના થોડા લોકો હાજર રહેશે. 
 

લૉકડાઉનમાં સુપુર્દ-એ-ખાક થશે ઇરફાન, અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જવાની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્સર સામે જંગ લડી રહેલા ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું આજે નિધન થઈ ગયું છે. ઇરફાન ખાને આજે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાનું અકાળે નિધન થવાને કારણે તેના ફેન્સ ગમમાં છે. ઇરફાનનું નિધન તેવા સમયે થયું છે, જ્યારે દેશ લૉકડાઉનને કારણે ઘરમાં કેદ છે. માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવાર અને ફિલ્મ જગતના થોડા લોકો હાજર રહેશે. 

fallbacks

જાણવા મળી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કારને લઈને બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને તેમને અંતિમ વિદાય આપવા માટે બધા અભિનેતા અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને ત્યાં પહોંચવાની મંજૂરી નથી. તેમની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને સામેલ થવાની મંજૂરી છે. 

લૉકડાઉનને કારણે પોતાના પસંદગીના અભિનેતા ઇરફાન ખાનના સુપુર્દ-એ-ખાકમાં ફેન્સ સામેલ થઈ શકશે નહીં. પરિવારના પસંદગીના લોકો વચ્ચે ઇરફાન ખાનને દફન કરવામાં આવશે. શનિવારે જ ઇરફાન ખાનના માતાનું નિધન થયું હતું. લૉકડાઉનને કારણે ઇરફાન પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શક્યા નહીં. તેઓ વીડિયો કોન્ફરન્સથી માતાના અંતિમ દર્શન કર્યાં હતા. 

માતાના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શક્યા ઇરફાન
ઇરફાન ખાનના નિધનથી પહેલા 25 એપ્રિલે તેમના માતા સઈદા બેગમનું નિધન થયું હતું. રમઝાનના પ્રથમ દિવસ એટલે કે શનિવારે માતાના ઇંતકાલમાં ઇરફાન ખાન સામેલ થઈ શક્યા નહોતા. તેઓ મુંબઈમાં હતા અને માતાના અંતિમ સંસ્કાર જયપુરમાં તયા હતા. લૉકડાઉનને કારણે ઇરફાન ખાન માતાના અંતિમ સંસ્કારમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા હતા. 

7 જાન્યુઆરી 1967માં જન્મેલા ઇરફાન ખાને પોતાના કરિયરની શરૂઆત ટેલીવિઝનથી કરી હતી, ત્યારબાદ તેઓ ફિલ્મોમાં આવ્યા હતા. વર્ષ 1988માં ફિલ્મ સલામ બોમ્બેથી કરિયર શરૂ કરનાર ઇરફાન ખાને હાસિલ, હૈદર, અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમ, પાન સિંહ તોમર જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો. 

ઇરફાન ખાને નામમાં જોડ્યો હતો એક્સ્ટ્રા R, શું હતું ન્યૂમેરોલોજી કનેક્શન?

દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો

ચંદ્રકાંતા- ચાણક્ય સુધી, નાના પડદા પર પણ ચાલ્યો ઇરફાન ખાનનો જાદૂ  

અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ

તમને પણ પસંદ હશે ઇરફાન ખાનના આ દમદાર ડાયલોગ, SEE PHOTOS

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More