Home> Entertainment
Advertisement
Prev
Next

શું વિરાટ-અનુષ્કા બાદ હવે પ્રિયંકાના લગ્નમાં પણ સ્પેશિયલ ગેસ્ટ બનશે પીએમ મોદી ?

પ્રિયંકા ચોપડા, પ્રિયંકા, પ્રિયંકા ચોપડાના લગ્ન, નિક જોનાસ, પ્રિયંકા નિક વેડિંગ, પીએમ, મોદી, નરેન્દ્ર મોદી, ,Priyanka Chopra,PM Modi,Prime Minister Narendra Modi,Priyanka Chopra wedding,Priyanka Chopra Nick Jonas wedding

શું વિરાટ-અનુષ્કા બાદ હવે પ્રિયંકાના લગ્નમાં પણ સ્પેશિયલ ગેસ્ટ બનશે પીએમ મોદી ?

નવી દિલ્હી: દેશી ગર્લ પ્રિયંકા ચોપડા વહેલી તકે લગ્ન કરવા જઇ રહી છે. જ્યાં પ્રિયંકા એક તરફ અત્યારે દિલ્હીમાં તેની ફિલ્મનું શુટીંક કરી રહી છે. તો બીજી બાજુ તેની ટીમ અને તેની માં દેશી ગર્લના લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. આ તૈયારીઓમાં ગેસ્ટ લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે એવા પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કે પ્રિયંકા તેના લગ્નમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવવા અંગે પણ રાહ જોઇ રહી છે. ખરેખર પ્રિયંકા અત્યારે દિલ્હીમાં જ અને બીજી બે દિવસો પહેલા જ તેમના ભવિષ્યના પકિ નિક જોનાસ પણ દિલ્હી પહોંચ્યા છે. એવામાં જાણકારી મળી રહી છે, કે આ જોડી પીએમ મોદીને લગ્ન માટેનું આમંત્રણ આપી ચૂક્યા છે.  

fallbacks

અનુષ્કા શર્માના લગ્નના રીસેપ્શનમાં આવ્યા હતા પીએમ
મહત્વનું છે,કે પીએમ મોદી ગત વર્ષે અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના લગ્નના રીસેપ્શનમાં આવ્યા હતા. એશિયન એજના એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ એ નક્કી નથી કે પ્રિયંકા અને નિક પીએમ મોદી સાથે મુલાકાત કરી હોય. પરંતુ વિશેષ અનુરોધ સાથે તેમના લગ્નનુ કાર્ડ પીએમ મોદી સુધી પહોચ્યું છે. 

1 ડિસેમ્બરે જોધપુરમાં થશે પ્રિયંકાના લગ્ન 
મહત્વનું છે, કે પ્રિયંકા અને નિકના લગ્નમાં 1 ડિસેમ્બરે જોધપુરમાં થવા જઇ રહ્યા છે. અનુષ્કા અને દીપીકા જેમ પ્રિયંકા ભલે ઇટલીમાં જઇને નહિ પણ પોતાના દેશમાં જ લગ્ન કરવા જઇ રહી છે. પરંતું પ્રિયંકાએ પણ તેના લગ્નમાં પ્રાઇવસી અંગેનું ખાસ ધ્યાન રાખ્યું છે. પ્રિયંકા અત્યારે દિલ્હીમાં તેની ફિલ્મ ‘સ્કાઇ ઇઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર અને ‘દંગલ ગર્લ’જાયરા વલીમ પણ દેખાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More