Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta...ના 'દયાબેન' ના આ photos જોઈને ચાહકોની આંખો પહોળી થઈ, જાણો આખરે શું છે વાત

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી ટેલિવિઝનની દુનિયામાં છવાયેલો શો છે. શોના એક એક પાત્ર લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે.

Taarak Mehta...ના 'દયાબેન' ના આ photos જોઈને ચાહકોની આંખો પહોળી થઈ, જાણો આખરે શું છે વાત

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી ટેલિવિઝનની દુનિયામાં છવાયેલો શો છે. શોના એક એક પાત્ર લોકોના હ્રદય પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક કલાકાર તો એવા છે જેમણે વર્ષો પહેલા શો છોડ્યો છે છતાં ચાહકોની તેમના પ્રત્યેની દીવાનગી ઓછી થતી નથી. આવું જ એક પાત્ર છે દયાબેન. જેનો કોમિક અંદાજ શો છોડ્યાના 4 વર્ષ બાદ પણ લોકોના માનસપટલ પર છવાયેલો છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીને લઈને લોકોમાં એટલો ક્રેઝ છે કે તેના અંગત જીવન ઉપર લોકોની નજર રહેતી હોય છે. હવે દિશાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે બેબી બંપ સાથે જોવા મળે છે. 

fallbacks

તસવીરોએ આપ્યા ખુશખબર
હકીકતમાં સોશિયલ મીડિયા પર કેટલાક  ફોટા ફેન્સ પેજ દ્વારા શેર કરાયા છે જેમા દિશા વાકાણીનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે. તે તેના સગા વ્હાલા સાથે ઊભેલી જોવા મળે છે. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે પ્રેગનેન્ટ છે. આ તસવીરો સામે આવતા જ લોકો દિશાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોઈ તેને ડિલિવરી ડેટ વિશે પૂછે છે તો કોઈ તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી રહ્યા છે. જુઓ આ તસવીરો....

શું છે આ તસવીરોની સચ્ચાઈ?
જો કે આ પોસ્ટ કે તસવીરોથી એ ક્લિયર નથી થતું કે આ ફોટા જૂના છે કે લેટેસ્ટ. પરંતુ લોકોને આ તસવીર પર એટલા માટે પણ વિશ્વાસ થઈ રહ્યો છે કારણ કે લાંબા સમયથી દિશાની કોઈ નવી તસવીર સામે આવી નથી. આ સાથે જ તેણે પોતાના કો-સ્ટાર જેઠાલાલ એટલે કે  દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં પણ સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો. હવે ફેન્સ એવું માની રહ્યા છે કે દિલીપ જોશીની પુત્રીના લગ્નમાં દિશા પ્રેગનન્સીના કારણે પહોંચી નહતી. પરંતુ હવે આ અંગે દિશાનું કોઈ પણ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. 

2017માં બની હતી પુત્રીની માતા
અત્રે જણાવવાનું કે દિશાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સે હજુ સુધી શોમાં અન્ય કોઈ અભિનેત્રીને દિશાની જગ્યા આપી નથી. આ બધા વચ્ચે દિશાની અનેકવાર તેની પુત્રી સાથેની તસવીરો સામે આવી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More