Home> Entertainment
Advertisement
Prev
Next

હતી 16 જ વર્ષની અને થયો કાસ્ટિંગ કાઉચનો બહુ વરવો અનુભવ

હાલમાં ઇશાએ (Isha Koppikar) પિંકવિલા સાથે પોતાની કરિયરની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં તેણે જણાવ્યું હતું કે લોકો તેને એક તબક્કે આઇટમ ગર્લ તરીકે જોવા લાગ્યા હતા

હતી 16 જ વર્ષની અને થયો કાસ્ટિંગ કાઉચનો બહુ વરવો અનુભવ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ ઇશા કોપ્પીકરે (Isha Koppikar) થોડા સમય પહેલાં ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો કારણ કે તે પોતાના બાળકોનું ધ્યાન રાખવા માગતી હતી. જોકે હવે તે ડિજિટલ પ્લેટફોર્મથી કમબેક કરી રહી છે. હાલમાં ઇશાએ (Isha Koppikar) પિંકવિલા સાથે પોતાની કરિયરની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં તેણે જણાવ્યું હતું કે લોકો તેને એક તબક્કે આઇટમ ગર્લ તરીકે જોવા લાગ્યા હતા. ઇશાએ જણાવ્યું હતું કે અનેકવાર તેને ફિલ્મ મળતામળતા રહી ગઈ હતી કારણ કે પ્રોડ્યુસર કે એક્ટરે પોતાની ખાસ વ્યક્તિને ફિલ્મમાં સાઇન કરી લીધી હતી. અનેકવાર એક્ટર્સે પોતાની ગર્લફ્રેન્ડ્સ માટે મારી ફિલ્મો છીનવી લીધી છે અને હું અનેકવાર નેપોટિઝમનો ભોગ બની છું. 

fallbacks

fallbacks

ઇન્ટરવ્યૂ દરમિયાન ઇશાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીના એક સુપરસ્ટારે મને ખાનગીમાં મળવાનું કહ્યું હતું અને કેટલાક ટોપ સેક્રેટરીઝે મને અયોગ્ય રીતે સ્પર્શવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે 'હું અનેકવાર એવી પરિસ્થિતિમાં મુકાઈ છું જેમાં પ્રોડ્યુસરે કહ્યું છે કે હું ફિલ્મ બનાવી રહ્યો છું અને જો મારે એમાં કામ કરવું હોય તો હીરો સાથે સારા સંબંધો જરૂરી છે. મેં જ્યારે એક એક્ટરને કોલ કર્યો તો તેણે કહ્યું કે તે વ્યસ્ત છે અને મારું આખું ટાઇમટેબલ કહ્યું. આ એક્ટર મોર્નિંગ પર્સન છે અને સવારે જિમ જાય છે. આ એક્ટરે મને કહ્યું કે હું તેને ડબિંગ વખતે મળી શકું છે પણ તેણે મને ડ્રાઇવર વગર એકલા આવવાની સ્પષ્ટ સૂચના આપી. એ સમયે મારી વય 15 કે 16 વર્ષની હતી. જોકે મેં પછી કહ્યું કે કાલે હું ફ્રી નથી અને પછી મળું છું.'

ઇશાએ પોતાના અભિગમ વિશે વાત કરતા કહ્યું કે મેં પછી તરત પ્રોડ્યુસરને કોલ કર્યો અને કહ્યું કે મને મારા ટેલેન્ટની મદદથી કામ જોઈએ છે અને હું આ વસ્તુઓ નહીં કરી શકું. જ્યારે કોઈ મહિલા સ્પષ્ટ વાત કરે છે ત્યારે તેને ફિલ્મમાં નથી લેવામાં આવતી અને તેને ઇન્ડસ્ટ્રીની બહાર કરી દેવામાં આવે છે. હું આવા કામ માટે તૈયાર નહોતી એટલે મને બહુ સમસ્યા નડી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More