નવી દિલ્હીઃ Ishaan Khatter Hollywood Debut: 'ફોન ભૂત' એક્ટર ઈશાન ખટ્ટરે ભલે બોલિવૂડમાં બહુ કામ કર્યું ન હોય, પરંતુ તેની એક્ટિંગની પ્રશંસા થઈ છે. હવે ઈશાન હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, તેને નિકોલ કિડમેન અને લિવ શ્રેબર સાથે પ્રોજેક્ટ 'ધ પરફેક્ટ કપલ'માં કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ખરેખર મોટા સમાચાર છે અને અભિનેતાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર તેની જાહેરાત પણ કરી છે.
ઈશાન ખટ્ટર હોલીવુડ સિરીઝમાં જોવા મળશે
ઈશાન ખટ્ટર છેલ્લા કેટલાક દિવસથી મેકર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. ફાઇનલી પાછલા મહિને તેને હોલીવુડ સિરીઝની ઓફર આવી ગઈ છે. આ સિરીઝ એલિન હિલ્ડરબ્રાન્ડની નોવેલ ધ પરફેક્ટ કપલનું એડોપ્ટેશન છે. ઈશાન ખટ્ટરે પોતાની આ ખુશીને સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યારબાદ તેને ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે.
ઈશાનની ભાભી મીરા સહિત તમામ સેલેબ્સે આપી શુભેચ્છા
ઈશાનને ફોન ભૂત -કો સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ શુભેચ્છા આપતા લખ્યું- શું વાત છે. સિંગર અરમાન મલિકે લખ્યુ- બિગ બધાઈ બ્રધર. તો ઈશાનની ભાભી અને શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે તેને શુભેચ્છા આપતા લખ્યું- ઓનવાર્ડ્સ એન્ડ અપવાર્ડ્સ. જ્યારે તાન્યા માનિકલતા, સયાની ગુપ્તા, દીયા મિર્ઝા, પ્રિયાંશુ પનિયુલી, રસિકા દુગલ જેવા અન્ય લોકોએ પણ ઈશાનને શુભેચ્છા આપી છે.
‘ધ પરફેક્ટ કપલ’માં શું છે ઈશાનનો રોલ
હોલીવુડ સિરીઝમાં ઈશાનના રોલની વાત કરીએ તો તે શૂટર દિવાલની ભૂમિકા નિભાવશે જે દુલ્હાનો સૌથી સારો મિત્ર છે. વરરાજાની ભૂમિકા બિલી હોવેલ નિભાવી રહ્યાં છે. ‘ધ પરફેક્ટ કપલ’ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સિરીઝમાં ઈશાન અને બિલી હોવેલ સિવાય નિકોલ કિડમૈન, મેધન ફહી, ઇસાબેલ અદજાની અને ડકોડા ફેનિંગ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે