Home> Entertainment
Advertisement
Prev
Next

Ishan Kishan: ઈશાન કિશને બેવડી સદી ફટકારતા તેની ગર્લફ્રેન્ડ ખુશ, સોશિયલ મીડિયા પર આપ્યું રિએક્શન

IND vs BAN: ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારી ધમાલ મચાવી દીધી છે. અનેક લોકો ઈશાન કિશનની પ્રશંસા કરી રહ્યાં છે. આ વચ્ચે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડે જોરદાર રિએક્શન આપ્યું છે. 

Ishan Kishan: ઈશાન કિશને બેવડી સદી ફટકારતા તેની ગર્લફ્રેન્ડ ખુશ, સોશિયલ મીડિયા પર આપ્યું રિએક્શન

નવી દિલ્હીઃ Ishan Kishan, Girlfriend: ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર બેટર ઈશાન ક્રિકેટે વનડે ક્રિકેટમાં બેવડી સદી પૂરી કરી હલચલ મચાવી દીધી છે. ઈશાન કિશને બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વનડેમાં દમદાર બેટિંગ કરતા 126 બોલમાં બેવડી સદી ફટકારી દીધી. ઈશાન કિશને વનડે મેચમાં 131 બોલમાં 210 રનની ઈનિંગ રમી, જેમાં 24 ચોગ્ગા અને 10 સિક્સ સામેલ રહી. ઈશાન કિશન વનડે આંતરરાષ્ટ્રીયમાં બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. ઈશાન કિશન પહેલા રોહિત શર્મા, વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વનડેમાં બેવડી સદી ફટકારી ચુક્યા છે. 

fallbacks

ઈશાન કિશનની બેવડી સદી બાદ ગર્લફ્રેન્ડે વ્યક્ત કરી ખુશી
ઈશાન કિશને વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી બાદ સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડે રિએક્શન આપ્યું છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. અદિતિ હુંડિયાએ ઈશાન કિશનની એક તસવીર શેર કરતા તેના પર દિલ અને ઇમોશનલની ઇમોજી લગાવી છે. 

fallbacks

ઈશાન કિશનની ગર્લફ્રેન્ચનું રિએક્શન ચર્ચામાં
અદિતિ હુંડિયાએ ત્યારબાદ ઈશાન કિશનની વધુ એક તસવીર શેર કરી છે. અદિતિએ BCCI ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી ઈશાન કિશનની એક બીજી તસવીર પણ શેર કરી છે, જેમાં તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં બેવડી સદીની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

fallbacks

ઈશાન કિશાને તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ
નોંધનીય છે કે ઈશાન કિશનની બેવડી સદીની મદદથી ભારતે ત્રીજી વનડેમાં 50 ઓવરમાં 8 વિકેટ પર 409 રન બનાવ્યા અને યજમાન ટીમને 410 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈશાન કિશને 126 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી, જે વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી બેવડી સદી છે. આ પહેલા વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે હતો. ગેલે 2015માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More