Home> Entertainment
Advertisement
Prev
Next

આ જોડીને લાગી ગઈ નજર, અંગત જીવનમાં આવ્યો મોટો ભૂકંપ

આ જોડીએ 2016માં ધામધૂમથી સગાઈ કરી હતી પણ લાગે છે કે તેમની આ જોડીને નજર લાગી ગઈ છે. તેમણે હવે સગાઈના અઢી વર્ષ બાદ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.

આ જોડીને લાગી ગઈ નજર, અંગત જીવનમાં આવ્યો મોટો ભૂકંપ

મુંબઈ : ટેલિવૂડમાં એક આકર્ષક સ્ટાર જોડી અલગ પડી હોવાના સમાચાર મળ્યા છે .ટીવી સ્ટાર માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલની સગાઈ તૂટી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. માનસી અને મોહિત છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે કોઈ અકળ કારણોસર હવે તેમણે કાયમ માટે અલગ પડી જવાનો નિર્ણય કર્યો છે. આ જોડીએ 2016માં ધામધૂમથી સગાઈ કરી હતી પણ લાગે છે કે તેમની આ જોડીને નજર લાગી ગઈ છે. તેમણે હવે સગાઈના અઢી વર્ષ બાદ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.

fallbacks

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન માનસીએ કહ્યું કે, ‘હાં, અમે અલગ થઈ ગયા છે. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓનો કોઈ મતલબ હોતો નથી અને અમે પણ તે વાતનો સ્વીકાર કરી લીધો છે કે અમે એકબીજા માટે બન્યા નથી. અમને એકબીજા માટે કોઈ ફિલિંગ નથી. મોહિત અને હું એકબીજા વિશે ક્યારેય કંઈ ખોટુ બોલ્યા નથી અને અમે તેમ કરવા માગતા પણ નથી. આ સિવાય મને મારા અંગત જીવન વિશે વાત કરવામાં કોઈ રસ નથી અને તેને ગુપ્ત રાખવામાં જ માનું છું’.

આ તસવીરે કરાવ્યો બચ્ચન પરિવારમાં મોટો ઝઘડો, સસરા-વહુ વચ્ચે બોલાચાલી?

માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને એકબીજાને સંપર્કમાં નથી. આ બંનેએ સગાઈના ફોટો પણ ડિલીટ કરી દીધા છે. ઈશ્કબાઝ ફેમ માનસી હાલ દિવ્યા-દ્રષ્ટિમાં જોવા મળી રહી છે. આ સિવાય માનસી દો દિલ બંધે એક ડોરી સે, સસુરાલ સિમર કા, પિટરસન હિલ જેવા હિટ શોમાં કામ કરી ચૂકી છે. મોહિત અબરોલ સિરિયલ પોરસમાં કરી ચૂક્યો છે. આ સિવાય તે બાલિકા વધૂ, મેરી આશિકી તુમસે હૈ અને તન્હાઈયામાં જોવા મળ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More