Home> Entertainment
Advertisement
Prev
Next

Mossad: ઈઝરાયેલથી કેમ ફફડે છે આખી દુનિયા? ખાસ જુઓ આ વેબસિરીઝ

ઈઝરાયેલની આ જાસૂસી અને મોસાદની ચર્ચા અનેકવાર ફિલ્મોમાં પણ થયેલી છે. હાલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે. તથા કોરોનાના કારણે અનેક ઠેકાણે લોકડાઉન પણ લાગેલા છે. તો આવામાં તમે મોસાદના મિશન પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની તક ન ગુમાવતા. 

Mossad: ઈઝરાયેલથી કેમ ફફડે છે આખી દુનિયા? ખાસ જુઓ આ વેબસિરીઝ

નવી દિલ્હી: ઈઝરાયેલ ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે. આમ છતાં ઈઝરાયેલ તરફ કોઈ આંખ ઉઠાવવાની હિંમત કરતું નથી. ઈઝરાયેલને દુનિયાભરમાં તેની સૌથી શક્તિશાળી સૈન્ય તાકાતના કારણે ખ્યાતિ મળેલી છે. ઈઝરાયેલ પાસે દરેક જંગનો સામનો કરવા માટે તેનું સૌથી મોટું હથિયાર તેની ગુપ્તચર એજન્સી મોસાદ છે. જેના એજન્ટ્સનું નેટવર્ક આખી દુનિયામાં ફેલાયેલું છે. 

fallbacks

ઈઝરાયેલની આ જાસૂસી અને મોસાદની ચર્ચા અનેકવાર ફિલ્મોમાં પણ થયેલી છે. હાલ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે. તથા કોરોનાના કારણે અનેક ઠેકાણે લોકડાઉન પણ લાગેલા છે. તો આવામાં તમે મોસાદના મિશન પર બનેલી ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની તક ન ગુમાવતા. 

ધ સ્પાય  (The Spy)

fallbacks
2019માં નેટફ્લીક્સ પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝ મોસાદના સૌથી બહાદૂર જાસૂસ ગણાતા એલી કોહેન પર આધારિત છે. 6 એપિસોડની આ વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે એલી કોહેન મોસાદમાં જોઈન કર્યા બાદ સિરીયા પહોંચ્યા અને ત્યાં તેમણે પોતાનો રૂતબો બનાવવાનો શરૂ કરી દીધો. 1962માં તેમને સિરીયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર બનાવવાના હતા પરંતુ તે જ સમયે તેમની સચ્ચાઈ સામે આવી ગઈ. તે વખતે તેઓ સિરીયાના ચીફ ડિફેન્સ એડવાઈઝર હતા. પકડાઈ ગયા બાદ 1966માં જાહેરમાં તેમને ફાંસી અપાઈ હતી. 

મ્યૂનિખ (Munich)

fallbacks
સ્ટીવન સ્પિલબર્ગના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ મોસાદ દ્વારા ચલાવવામાં આવેલા એક મિશન રેથ ઓફ ગોડ પર આધારિત છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે 1972માં મ્યૂનિખ ઓલંપિક દરમિયાન પેલેસ્ટાઈનના આતંકી સંગઠન બ્લેક સેપ્ટેમ્બરે ઈઝરાયેલની ઓલિમ્પિક ટીમના 11 ખેલાડીઓને પોતાના બંધક બનાવી લીધા અને ત્યારબાદ તેમને મારી નાખ્યા. આ હુમલાનો બદલો લેવા માટે મોસાદે એક યોજના બનાવે છે જેમાં તેને સફળતા પણ મળે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. 

ધ ડેબ્ટ (The Debt)

fallbacks
2010માં રિલીઝ થયેલી આ ફિલ્મ મોસાદના 3 જાસૂસો પર આધારિત છે. જેમને એક પૂર્વ નાઝી ડોક્ટર ડેટર વોગેલને પકડવાની જવાબદારી સોંપાય છે. તેના પર વિશ્વયુદ્ધ સમયે યહૂદી બંધકો પર મેડિકલ પ્રયોગ કરવાનો આરોપ છે. હવે આ ત્રણ જાસૂસ મિશન પર નીકળી પડે છે. તેમને વોગેલ મિલ પણ કહે છે પરંતુ આ દરમિયાન તેમનાથી એક મોટી ભૂલ થાય છે. આ ફિલ્મ તમે નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો. 

વોક ઓન વોટર (Walk On Water)

fallbacks
2004માં રિલીઝ થયેલી આ ફિલ્મ મોસાદના એક જાસૂસ એયાલની કહાની છે. જેને એક પૂર્વ નાઝી યુદ્ધ અપરાધીને મારવાની જવાબદારી સોંપાય છે. આ મિશન હેઠળ એયાલની મુલાકાત તેની પૌત્રી પિયા અને પૌત્ર એક્સેલ સાથે થાય છે. જલદી તેઓ મિત્ર બની જાય છે. પરંતુ પિયા અને એક્સેલને એયાલની સચ્ચાઈ ખબર નથી હોતી. કહાની અનેક રસપ્રદ વળાંક સાથે આગળ વધે છે. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ફિલ્મ તમે અમેઝોન પ્રાઈમ વીડિયો ઉપર પણ જોઈ શકો છો. 

મોસાદ 101 (Mossad 101)

fallbacks
નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ વેબ સિરીઝના અત્યાર સુધી 2 ભાગ રીલીઝ થઈ ચૂક્યા છે. જેમાં કુલ 25 એપિસોડ છે. આ સિરીઝમાં કાલ્પનિક રીતે દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે ઈઝરાયેલના જાસૂસોને ટ્રેનિંગ અપાય છે. સિરીઝની કહાની મોસાદના એક કમ્પાઉન્ડ હામિદ્રશાની આજુબાજુ ઘૂમે છે. જે ચારેબાજુથી કેમેરા અને ટેક્નિકલ ઉપકરણોથી ઘેરાયેલું છે. આ સિરીઝને જોવાનો અનુભવ પણ શાનદાર રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More