Home> Entertainment
Advertisement
Prev
Next

Jacqueline Fernandez એ ફરી બતાવ્યો ગ્લેમરસ અવતાર, ફોટો જોઈ સ્તબ્ધ થઈ ગયા લોકો

જેકલીન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજમાં થોડાક ફોટા શેયર કર્યા છે. જેમાં તે સફેદ બોડીસ્યુટમાં આલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

Jacqueline Fernandez એ ફરી બતાવ્યો ગ્લેમરસ અવતાર, ફોટો જોઈ સ્તબ્ધ થઈ ગયા લોકો

મુંબઇ: જેકલીન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજમાં થોડાક ફોટા શેયર કર્યા છે. જેમાં તે સફેદ બોડીસ્યુટમાં આલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

fallbacks

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) પોતાની ફિલ્મો સિવાય તે પોતાની સ્ટાઇલિશ અદાઓના કારણે પણ ચર્ચામાં રહે છે. જેકલીનના દરેક એક્ટ પર તેના ફેન્સની નજર હોય છે. ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં પોતાનું નામ નોંધાવનારી જેકલીન આજે પણ દર્શકોની પહેલી પસંદ છે.
fallbacks

Anupama ને છોડી આ હસીના સાથે અનુજે કર્યું 'લિપલોક', સામે આવ્યો શોકિંગ વીડિયો

જેકલીન પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે થોડા થોડા દિવસે પોતાના ફોટા અને વીડિયો શેયર કરીને તે ચાહકોને તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફથી વાકેફ કરાવતી રહે છે. ચાહકો તેની નવી પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.
fallbacks

Haunted Places: અમદાવાદ સહિત ગુજરાતના આ સ્થળોએ છે ભૂતોનો વાસ, ભલભલાને છૂટી જાય છે પરસેવો

હવે ફરી એકવાર જેકલીન તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક ફોટો શેયર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે જેકલીન સફેદ રંગના બોડીસૂટમાં પોઝ આપી રહી છે. જેકલીને એક સાથે ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
fallbacks

જેકલીને લાઇટ મેકઅપ અને ખુલ્લા કર્લ હેર સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ફોટામાં તેની જ્વેલરી પણ ખૂબ જ અદભૂત છે. ગ્લોસી લિપસ્ટિક અને પિંક બ્લશ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. આ દરમિયાન તેણે તેના પગમાં મેચિંગ હાઈહિલ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ પણ ફોટો પર કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેકલીનની આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કરી છે.
fallbacks

જેકલીનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની ઘણી ફિલ્મો કતારમાં છે. અભિનેત્રી હાલમાં જ 'ભૂત પોલીસ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ  (Yami Gautam), સૈફ અલી ખાન  (Saif Ali Khan) અને અર્જુન કપૂર (Arjun Kapoor) જેવા સ્ટાર્સ પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. હવે જેકલીન ટૂંક સમયમાં 'કિક 2', 'એટેક', 'સર્કસ' અને 'બચ્ચન પાંડે' મુવીમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More