Home> Entertainment
Advertisement
Prev
Next

TV ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી આ અભિનેત્રીએ સુરતના મૌલાના સાથે કર્યા લગ્ન, VIDEO 

'જય હો' ફેમ અભિનેત્રી અને બિગ બોસ 6ની સ્પર્ધક સના ખાને ગત મહિને પોતાના સોશિયલ મીડિયા પેજ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે વખતે તેણે ધાર્મિક કારણોનો હવાલો આપીને આ નિર્ણય લીધો હતો. હવે એક મહિના પછી વળી પાછા એવા સમાચાર આવ્યા કે સનાના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા. સાના ખાને હાલમાં જ મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કરી લીધા છે. 

TV ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી આ અભિનેત્રીએ સુરતના મૌલાના સાથે કર્યા લગ્ન, VIDEO 

નવી દિલ્હી: 'જય હો' ફેમ અભિનેત્રી અને બિગ બોસ 6ની સ્પર્ધક સના ખાને ગત મહિને પોતાના સોશિયલ મીડિયા પેજ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે વખતે તેણે ધાર્મિક કારણોનો હવાલો આપીને આ નિર્ણય લીધો હતો. હવે એક મહિના પછી વળી પાછા એવા સમાચાર આવ્યા કે સનાના ફેન્સ સ્તબ્ધ થઈ ગયા. સાના ખાને હાલમાં જ મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કરી લીધા છે. 

fallbacks

બોલીવુડ ડ્રગ્સ કેસમાં જાણીતી કોમેડિયન ભારતી સિંહની NCBએ કરી ધરપકડ

સુરતમાં થયા સનાના લગ્ન
તેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે ગુજરાતના સુરતમાં મુફઅતી અનસ સાથે લગ્ન કર્યા. વાયરલ વીડિયોમાં સના ખાન હિજાબ સાથ વ્હાઈટ એમ્બ્રોઈડરીવાળા ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો પતિ વ્હાઈટ કલરની શેરવાનીમાં છે. ફેન્સ મુફ્તી અને અનસને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે ચોંકાવનારા રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં સના ખાન પતિનો હાથ પકડીને સીડીઓ ઉતરતી જોવા મળે છે. એક અન્ય વીડિયોમાં સના ખાન કેક કાપીને પતિને ખવડાવતી જોવા મળી રહી છે. સ્પોટબોયના રિપોર્ટ મુજબ સના ખાનને તેના પતિ સાથે મુલાકાત બિગ બોસ ફેમ એજાઝ ખાને કરાવી હતી. 

મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને સુશાંતે કર્યું હતું 'આ' કામ, જેનો હવે થયો ચોંકાવનારો ખુલાસો  

ગત મહિને લીધો હતો ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય
નોંધનીય છે કે તાજેતરમાં જ તેણે ઈન્ડસ્ટ્રી છોડવાના નિર્ણય અંગે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેણે લખ્યું હતું કે ભાઈઓ અને બહેનો...આજે હું મારી જિંદગીના એક મહત્વના વળાંક પર તમારી સાથે વાત કરી રહી છું. હું વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જીવન જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારની ફેમ, ઈજ્જત અને દૌલત મારા ચાહનારાઓ તરફથી નસીબ થઈ છે, જેના માટે હું આભારી છું. 

તેણે લખ્યું હતું કે શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મોત ગમે તે ક્ષણે આવી શકે છે અને મૃત્યુ બાદ તે શું બનવાનો છે? આ બે સવાલોના જવાબ હું ક્યારની શોધી રહી છું, ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ બાદ મારું શું થશે. આ સવાલનો જવાબ મે જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી અસલમાં મર્યા બાદની જિંદગીને વધુ સારી બનાવવા માટે છે અને તે આ જ સુરતમાં સારી થશે, જ્યારે વ્યક્તિ પોતાને જન્મ આપનારા હુકમ મુજબ જીવન પસાર કરે અને દોલત શોહરતને પોતાનો લક્ષ્યાંક ન બનાવે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More