Home> Entertainment
Advertisement
Prev
Next

40 રોટલી, દોઢ લીટર દૂધ સફાચટ કરી જાય છે સુપર સ્ટાર, દેશી છોરાની ડાયટ ઉડાવી દેશે તમારા હોંશ!

Jaideep Ahlawat Diet: જ્યારે ફિટનેસના ચક્કરમાં અભિનેતાઓ ખાવાનું છોડી દે છે અને સંતુલિત જીવન જીવવાનું શરૂ કરે છે, ત્યારે એક અભિનેતા એવો છે જે દેશી ખોરાકને મહત્વ આપે છે. આ અભિનેતા 40 રોટલી ખાવાનો અને એક જગ દૂધ પીવાનો શોખીન છે.

40 રોટલી, દોઢ લીટર દૂધ સફાચટ કરી જાય છે સુપર સ્ટાર, દેશી છોરાની ડાયટ ઉડાવી દેશે તમારા હોંશ!

Jaideep Ahlawat Diet: બોલીવુડમાં જ્યારે મોટાભાગના કલાકારો તેમની ડાયટ અને જીમ રૂટિન માટે પ્રખ્યાત છે. તેઓ રૂટિન લાઈફ જીવે છે અને ડાયટનું પાલન કરે છે, પરંતુ આજે અમે તમને એક એવા અભિનેતાની કહાની જણાવીશું જે સંપૂર્ણપણે અલગ જીવન જીવે છે, જે ઘરે બનાવેલા ખોરાક માટે સ્વાદિષ્ટ અને ડાયટ ફૂડ બન્ને છોડી દે છે. આ અભિનેતા ફિટનેસની બાબતમાં પણ કોઈથી પાછળ નથી. તેનું મજબૂત શરીર અને અદ્ભુત અભિનય તેની ઓળખ છે. તે બીજું કોઈ નહીં પણ હરિયાણાનો એક છોકરો છે, જે બોલીવુડમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવી રહ્યો છે. અમે અહીં જયદીપ અહલાવત વિશે વાત કરી રહ્યા છીએ જે હજુ પણ દેશી ખોરાકને પ્રાથમિકતા આપે છે.

fallbacks

રોજ ખાતો હતો 40 રોટલી!
જયદીપ અહલાવતની ફિટનેસ સફર અન્ય કરતા અલગ છે. તે તેની દેશી ડાયટ, ગામડાનું જીવન અને ફાસ્ટ મેટાબોલિજ્મ માટે જાણીતો છે, જેમાં ઘી, દૂધ, માખણ અને રોટલીનો સમાવેશ થતો હતો અને બધું જ ખૂબ જ શારીરિક મહેનતથી પચતું હતું. 'ખાને મેં કૌન હૈ' શોમાં વાતચીત દરમિયાન જયદીપે જણાવ્યું કે, વર્ષ 2008 સુધી તેનું વજન ક્યારેય 70 કિલોથી વધુ નહોતું, ભલે તેની હાઈટ વધુ હોય. તેનું કારણ તેનું જબરદસ્ત મેટાબોલિજ્મ હતું. તેણે હસતાં હસતાં કહ્યું કે, 'હું દરરોજ ઓછામાં ઓછી 40 રોટલી ખાતો હતો અને છતાં કોઈ અસર થતી નહોતી. શરીરની બધી ઉર્જા ખેતરોમાં કામ કરવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં ખર્ચાતી હતી.'

ગુજરાતમાં અહીં આવેલું છે ધુમ્મસથી લપેટાયેલું શાનદાર હિલ સ્ટેશન, નજારો જોઈને દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

કેવુ રહ્યું ખાનપાન 
હરિયાણાના એક ગામમાં મોટો થયેલ જયદીપ અહલાવતનો ઉછેર ખૂબ જ સરળ અને માટીની નજીક થયો હતો. જયદીપ જણાવ્યું કે, 'લંચ હંમેશા તૈયાર રહેતું હતું, પરંતુ અમે શેરડી, ગાજર, જામફળ અથવા ખેતરોમાંથી મોસમમાં મળતી કોઈપણ વસ્તુ ખાતા હતા. જો પેટ ભરાઈ જાય, તો ક્યારેક-ક્યારેક રાંધેલું ભોજન એમ જ રહી જતું હતું.' નાસ્તો પણ સંપૂર્ણપણે દેશી હતો જેમાં ચણા કે બાજરાની રોટલો, માખણ, ચટણી અને લસ્સીનો સમાવેશ થતો હતો. જયદીપ જણાવ્યું કે, 'અમારા માટે ખોરાક ફક્ત પેટ ભરવા માટે નહોતો, તે એક પરંપરા હતી અને તે પરંપરા હજુ પણ મારી સાથે છે.'

ચોંકાવી દેશે! જ્યારે ખબર પડશે SIPનો સીક્રેટ! રોકેટની સ્પીડે બમણા થાય છે રૂપિયા

દૂધ વગર અધૂરું હતું જમવાનું 
જયદીપ અહલાવત માટે દૂધ ફક્ત એક પીણું નથી, પરંતુ તેમના બાળપણની ઓળખ છે. તેમણે યાદ કરતા કર્યું, 'દૂધ મારા જીવનનો એટલો મોટો ભાગ હતો કે તેના વિના એક દિવસ પણ પસાર થતો ન હતો. અમે ગ્લાસમાં નહીં મગ અથવા જગમાં દૂધ પીતા હતા. અને આ ખૂબ જ સામાન્ય વાત હતી.' આજે પણ, જ્યારે જયદીપ મુંબઈમાં રહે છે અને પાર્ટીઓમાં જાય છે, ત્યારે તેને ઘરે બનાવેલો ખોરાક ખાવાનું મન થાય છે. તેમણે કહ્યું કે, 'હું 15-16 વર્ષથી મુંબઈમાં છું, પરંતુ ઘરે બનાવેલો ખોરાક હજુ પણ મને એ જ આરામ આપે છે. પાર્ટીમાંથી પાછા ફર્યા પછી પણ, હું ઘરે જે રાંધેલું હોય તે જ ખાઉં છું.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More