Home> Entertainment
Advertisement
Prev
Next

જાન્હવીએ સ્મૃતિ ઇરાનીને જાહેરમાં કહી દીધું આંટી અને પછી...

જાન્હવી કપૂર અને સ્મૃતિ ઈરાનીની મુલાકાત એરપોર્ટ પર થઈ

જાન્હવીએ સ્મૃતિ ઇરાનીને જાહેરમાં કહી દીધું આંટી અને પછી...

નવી દિલ્હી : જાન્હવી કપૂર અને સ્મૃતિ ઈરાનીની મુલાકાત એરપોર્ટ પર થઈ. મુલાકાતનો વીડિયો સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. નવોદિત અભિનેત્રી અને કેંદ્રીય મંત્રી વચ્ચે થોડા સમય વાતચીત થઈ જેના અંગે સ્મૃતિએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. સ્મૃતિએ કહ્યું કે, વાતચીત દરમિયાન જ્હાન્વી તેને આંટી કહેતી હતી. સ્મૃતિને આંટી કહ્યા બાદ જ્હાન્વીએ પ્રેમથી માફી પણ માંગી લીધી. જ્હાન્વીનો આ અંદાજ સ્મૃતિને ખૂબ પસંદ આવ્યો. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો વાયરલ થઈ રહી છે. વીડિયો શેર કરતાં સ્મૃતિએ લખ્યું કે, ” ‘કોઈ મને શૂટ કરી દો’ આવી લાગણી થઈ જ્યારે જ્હાન્વીએ આંટી કહેવા બદલ ખૂબ પ્રેમથી માફી માગી. મેં કહ્યું કે, ‘કંઈ વાંધો નહીં બેટા.’ આજકાલના બાળકો પણ.”

fallbacks

આ પોસ્ટ શેયર કર્યા પછી લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે તો લખ્યું કે આંટીને આંટી ન કહીએ તો શું કહીએ? તો એક ચાહકે કમેન્ટ કરી કે મને તમારી સેન્સ ઓફ હ્યુમર ગમે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#when you have waited for #deepveer #wedding #pics for too longgggg 🤦‍♀️

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

જાન્હવી પછી હવે શ્રીદેવીની નાની દીકરી ખુશીની પણ થશે ફિલ્મોમાં એન્ટ્રી, સાઇન કરી મોટી ફિલ્મ?

સ્મૃતિ ઇરાનીને આ પહેલાં પણ લોકો ટ્રોલ કરી ચૂક્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વખતે સ્મૃતિએ કરેલી પોસ્ટ બહુ વાઇરલ થઈ હતી. જાન્હવીની વાત કરીએ તો એને ચાહકો બહુ પસંદ કરી રહ્યા છે. જાન્હવી હાલમાં તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More