Home> Entertainment
Advertisement
Prev
Next

Janhvi Kapoor ની ફિલ્મ Gunjan Saxena ની રિલીઝને લઇને આવ્યા આ મોટા સમાચાર

જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના'ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે.

Janhvi Kapoor ની ફિલ્મ Gunjan Saxena ની  રિલીઝને લઇને આવ્યા આ મોટા સમાચાર

નવી દિલ્હી: જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના'ની રિલીઝની રાહ જોઇ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. જાહ્નવી કપૂરએ ઇંસ્ટાગ્રામ પર આ ફિલ્મનો લુક શેર કરતાં ખુલાસો કર્યો છે કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઇ રહી છે. જોકે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે જાહ્નવી કપૂરએ આ વાતની જાહેરાત કરવામાં આવી નથી. 

fallbacks

જાહ્નવી કપૂરએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' જલદી આવી રહી છે નેટફ્લિકસ પર. તને જણાવી દઇએ કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મનું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં જાહ્નવી કપૂર એક પાયલોટના લુકમાં જોવા મળી હતી, આ ઉપરાંત અત્યારે જે જાહ્નવી કપૂરએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે તેમાં પણ પ્લેન ઉડાવતી જોવા મળી રહી છે. ગુંજન સક્સેના દેશની પહેલી એરફોર્સ મહિલા ઓફિસર છે જેની જિંદગી પર આ ફિલ્મ બનવા જઇ રહી છે અને જાહ્નવી કપૂર કપૂર ફિલ્મમાં તેમનો રિલ પ્લે કરી રહ્યા છે. 1999માં થયેલા કારગિલ યુદ્ધ દરમિયાન સાહસ અને બહાદુરીનું કામ ગુંજન સક્સેનાએ કર્યું હતું જેના માટે તેમને ભારત સરકાર દ્વારા શૌર્ય ચક્રથી સન્માનિત કરી ચૂકી છે.  

જાહ્નવી કપૂરએ આ ફિલ્મ માટે જોરદાર મહેનત કરી છે. આ ફિલ્મ માટે તેમણે પોતાના લુકથી માંડીને પર્સાનાલિટી પર ખૂબ કામ કર્યું છે. 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ'માં જાહ્નવી કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી જોકે તેમના પિતા અને અંગદ બેદી તેમના ભાઇના રોલમાં જોવા મળશે. શરણ શર્મા ગુંજન સક્સેનાનું નિર્દેશન કરી રહ્યા છે. તો બીજી તરફ કરણ જોહર ફિલ્મને પ્રોડ્યુસર કરી રહ્યા છે. કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં જાહ્નવી કપૂરએ ફિલ્મ 'ધડક'થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું. 

તમને જણાવી દઇએ કે ગુંજન સક્સેના પહેલાં 13 માર્ચને રિલીઝ થવાની હતી અને પછી 24 એપ્રિલ 2020ને તેની રિલીઝ ડેટ આવી પરંતુ લોકડાઉનના લીધે આ સિનેમાઘરો તરફ જઇ રહ્યા નથી ત્યારે હવે જોવાનું એ છે કે નેટફ્લિક્સ પર આ ફિલ્મ કેટલા દિવસ રિલીઝ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More