Home> Entertainment
Advertisement
Prev
Next

Remo D'Souza ના પરિવારના સભ્યએ કરી આત્મહત્યા, ગમમાં ડૂબ્યો પરિવાર

જાણિતા કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝા (Remo DSouza) ના સાળા જેસન વોટકિન્સે આત્મહત્યા કરી લીધી છે. જેસન વોટકિન્સ (Jason Watkins)નો મૃતદેહ મુંબઈના મિલ્લત નગરમાં તેના ઘરેથી મળી આવ્યો હતો.

Remo D'Souza ના પરિવારના સભ્યએ કરી આત્મહત્યા, ગમમાં ડૂબ્યો પરિવાર

નવી દિલ્હીઃ જાણિતા કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા રેમો ડિસોઝા (Remo DSouza) ના સાળા જેસન વોટકિન્સે આત્મહત્યા કરી લીધી છે. જેસન વોટકિન્સ (Jason Watkins)નો મૃતદેહ મુંબઈના મિલ્લત નગરમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેણે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જેસન રેમા ડિસોઝાની પત્ની લિઝેલ (Lizelle Remo D'Souza)નો ભાઈ હતો.

fallbacks

આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું કહેવાય છે
કેસની પુષ્ટિ કરતા પોલીસે કહ્યું કે જેસન વોટકિન્સનો મૃતદેહ તેના ઘરે લટકતો જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતદેહને વિલે પાર્લેની કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જેસનની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી. તેના આત્મહત્યાનું કારણ ડિપ્રેશન હોવાનું કહેવાય છે.

ધમાલ મચાવવા આવી રહ્યો છે Redmi નો ધુઆંધાર Smartphone, લોન્ચ પહેલાં Leak થયા ફીચર્સ અને ડિઝાઇન

fallbacks
રેમો તરફથી નથી આવી કોઇ પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રેમો તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. લિઝેલે પણ આ વિશે સીધી રીતે કોઈ માહિતી આપી નથી, પરંતુ તેણે તેના ભાઈની કેટલીક તસવીરો શેર કરી છે અને ખૂબ જ ભાવુક વાતો લખી છે.

લિઝેલે શેર કરી છે  ઈમોશનલ તસવીરો
રેમો ડિસોઝાની પત્ની લિજેલ રેમો ડિસોઝાએ સોશિયલ મીડિયા પર આ વાતનો ઉલ્લેખ કરતા કેટલાક ફોટા શેર કર્યા છે. તેણે પોસ્ટ કરતા લખ્યું કે તેનો ભાઈ હવે આ દુનિયામાં નથી. પોતાના ભાઈ જેસનની તસવીરો શેર કરતા તેણે લખ્યું- કેમ? તમે મારી સાથે આવું કેમ કર્યું? હું તને ક્યારેય માફ નહીં કરું.'
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More