નવી દિલ્હીઃ સેફ અલી ખાન (Saif Ali Khan), તબ્બુ (Tabu) અને આલિયા એફ (Alaia F)ની આગામી ફિલ્મ 'જવાની જાનેમન' (Jawaani Jaaneman)'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. તે નક્કી છે કે આ ટ્રેલરને જોઈને તમે હાસ્ય રોકી શકશો નહીં. કારણ કે ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રો વચ્ચે મામલો એવો ફસાયો છે કે તમને હસાવવા તૈયાર છે.
નીતિન કક્કડ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તબ્બુ અને સેફ અલી ખાનની સાથે પૂજા બેદીની પુત્રી આલિયા એફ પણ જોવા મળશે. આ આલિયાની પર્દાપણ ફિલ્મ છે અને આ સ્ટોરીનું સેન્ટર પોઈન્ટ પણ આલિયા જ છે. ફિલ્મનો દરેક સીન આજની લાઇફસ્ટાઇલ અને તેનાથી થનારી મુશ્કેલીને દેખાડવામાં સફળ છે. જુઓ આ ટ્રેલર...
ટ્રેલરમાં આપણે જોઈ શકીએ કે આલિયા અને સેફની મુલાકાત એક અજાણ્યાની જેમ થાય છે અને બાદમાં આલિયા, સેફને જણાવે છે કે તે તેની પુત્રી હોઈ શકે છે. તો તબ્બુ હિપ્પી ગર્લની ભૂમિકામાં ઘણી શાનદાર છે. ફરીદા જલાલ પણ સેફ અલી ખાનની માતાની ભૂમિકામાં ફિટ લાગી રહી છે.
Chhapaak Movie Review: છપાક દીપિકા પાદુકોણની નવી ફિલ્મ કેવી છે? જાણો મૂવી રિવ્યૂ
આ ફિલ્મના અત્યાર સુધી સામે આવેલા તમામ પોસ્ટર્સ અને ગીત પણ લોકોને પસંદ આવી રહ્યાં છે. જેકી ભગનાની આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે