Home> Entertainment
Advertisement
Prev
Next

રેખા સાથે અમિતાભ બચ્ચનનો રોમાન્ટિક સીન જોઈ થિયેટરમાં રડ્યા જયા બચ્ચન, ત્યારથી રેખા સાથે બિગ બી એ કામ કરવાનું છોડ્યું

Rekha and Amitabh Bachchan: રેખાએ એક મુલાકાત દરમિયાન ફિલ્મ મુકદ્દર કા સિકંદર ફિલ્મ પછી બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. તેના જણાવ્યાનુસાર આ ઘટના પછી અમિતાભ બચ્ચને રેખા સાથે કામ ન કરવાનું નક્કી કરી લીધું હતું. શું હતી આ ઘટના જાણો.
 

રેખા સાથે અમિતાભ બચ્ચનનો રોમાન્ટિક સીન જોઈ થિયેટરમાં રડ્યા જયા બચ્ચન, ત્યારથી રેખા સાથે બિગ બી એ કામ કરવાનું છોડ્યું

Rekha and Amitabh Bachchan:  1970 ના દાયકામાં રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેના રોમાન્સની અટકળો ચરમ સીમાએ હતી. જોકે ત્યારથી અત્યાર સુધીમાં આ બાબતે અમિતાભ બચ્ચનને ચુપ રહેવાનું જ પસંદ કર્યું છે. તેનાથી વિરુદ્ધ રેખાએ ઘણી બધી બાબતો એ અલગ અલગ ઇન્ટરવ્યૂમાં ખુલીને વાતચીત કરી છે. આવા જ એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રેખાએ એક ઘટના વિશે જણાવ્યું હતું. રેખાએ કહ્યું હતું કે ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચેનો રોમેન્ટિક સીન જોઈને જયા બચ્ચન જાહેરમાં રડી પડ્યા હતા. 

fallbacks

આ પણ વાંચો: કોઈ છે નંબર 8 તો કોઈ દેવી જી, બોલીવુડ એક્ટર્સે પોતાના પાર્ટનરના રાખ્યા છે ક્યુટ નામ

રેખાએ ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે ફિલ્મ મુકદ્દર કા સિકંદરનો ટ્રાયલ શો ચાલી રહ્યો હતો તે દરમિયાન તેણે જયા બચ્ચનની આંખમાંથી આંસુ નીકળતા જોયા હતા. રેખાએ કહ્યું કે તે પ્રોજેક્શન રૂમમાંથી બચ્ચન પરિવારને જોઈ રહી હતી. અમિતાભ બચ્ચન તેના પરિવાર સાથે મુકદ્દર કા સિકંદરનો ટ્રાયલ શો જોવા માટે આવ્યા હતા. 

આ પણ વાંચો: રેખા સાથે સીન શૂટ કરતી વખતે બેકાબૂ થયા આ એક્ટર, ઈંટીમેટ શૂટ દરમિયાન હદ કરી નાખી હતી

જયા બચ્ચન આગળની રોમાં હતા અને અમિતાભ બચ્ચન તેના માતા-પિતા સાથે પાછળની રો બેઠામાં હતા. પ્રોજેક્શન રૂમમાંથી બધું સ્પષ્ટ તો દેખાતું ન હતું પરંતુ રેખાને જયા બચ્ચન ફિલ્મના કેટલાક સીન દરમિયાન રડતા હોય તેવું દેખાયું. સ્ક્રીન પર જ્યારે રેખા અને અમિતાભ બચ્ચનના રોમેન્ટિક સીન ચાલતા હતા ત્યારે જયા બચ્ચન ઈમોશનલ થઈ જતા. તેવું રેખા એ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.  

આ પણ વાંચો: શાહરુખ અફેર કરે તો તે શું કરે? ગૌરી ખાનનો જવાબ સાંભળી SRK અફેર કરવાનું વિચારે પણ નહી

આ ફિલ્મના એક અઠવાડિયા પછી જ રેખાને પોતાના મિત્રો પાસેથી સમાચાર મળ્યા કે અમિતાભ બચ્ચન હવે તેની સાથે ક્યારે કામ નહીં કરે. આ ઘટના પછી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે શું થયું તે તો ક્યારેય સામે ન આવ્યું પરંતુ અમિતાભ બચ્ચને પોતાના નિર્માતાઓને પણ કહી દીધું હતું કે તે ક્યારેય રેખા સાથે ફિલ્મ નહીં કરે. આ ઘટના અંગે રેખાએ એવું પણ જણાવ્યું હતું કે જ્યારે અમિતાભ બચ્ચન સાથે તેણે આ બાબતે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો અમિતાભ બચ્ચનને તેને પણ જવાબ આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More