Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ પહેલાં મુશ્કેલીમાં મુકાઇ રણબીર સિંહની ફિલ્મ, આ સીનના લીધો સર્જાયો વિવાદ

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહ પાસે આ વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ છે. 'જયેશભાઇ જોરદાર' ઉપરાંત તે હાલમાં આલિયા ભટ્ટ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' નું શૂટિંગ કરી રહ્યા છે, આ ઉપરાંત તે રોહિત શેટ્ટી નિર્દેશિત 'સર્કસ' અને અન્ન્નિયન જેવી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. 

રિલીઝ પહેલાં મુશ્કેલીમાં મુકાઇ રણબીર સિંહની ફિલ્મ, આ સીનના લીધો સર્જાયો વિવાદ

Jayeshbhai Jordaar Release: રણવીર સિંહ હાલમાં પોતાની ગુજરાતી પૃષ્ઠભૂમિ પર બનેલી આગામી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' ને લઇને ચર્ચામં છે. ફિલ્મની હાલમાં દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે અને ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મને લઇને રણવીર સિંહના ફેન્સ સુપર એક્સાઇડટેડ જોવા મળી રહ્યા છે, પરંતુ ફિલ્મને લઇને એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેના લીધે રણવીર સિંહના ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે. 'જયેશભાઇ જોરદાર' વિવાદોના ઘેરમાં આવી ગઇ છે. થોડા દિવસો પહેલાં રિલિઝ થયેલા ટ્રેલરના એક સીન પર વિવાદ સજાર્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો... 

fallbacks

એક સીનના લીધે થયો વિવાદ
રણવીર સિંહ સ્ટારાર ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ હવે ફિલ્મને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે જેના લીધે રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે ફિલ્મના ટ્રેલરમાં પ્રસુતિ પહેલાં લિંગ-તપાસ સીનને લઇને ફિલ્મ કાયદાની જાળમાં ફસાઇ ગઇ છે. ફિલ્મના સીન પર દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ફિલ્મમાંથી આ સીન દૂર કરવાની માંગ કરવામાં આવી છે. 

Disha Patani Purse Price: દિશા પટણીના આ પર્સની કિંમતમાં ખરીદી શકશો 2 ટનનું AC! લઇને નિકળી તો થઇ ખૂબ ચર્ચા

હાઇકોર્ટમાં આપવામાં આવી અરજી
સામે આવતા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' ના ટ્રેલરને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજી દાખલ કરનાર પવન પ્રકાશ પાઠકે અરજીમાં કહ્યું ચેહ કે 'ડિલિવરી પહેલાં બાળકના લિંગની તપાસ કરાવવી ગેરકાયદેસર છે અને આપણું સંવિધાન તેની પરવાનગી આપતું નથી. તે ઇચ્છે તો આવી વસ્તુઓ ફિલ્મના માધ્યમથી સામાન્ય લોકોને ન બતાવવી જોઇએ અને આ સીનને પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આધાર પર ફિલ્મમાંથી દૂર કરવામાં આવે.'

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહ પાસે આ વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ છે. 'જયેશભાઇ જોરદાર' ઉપરાંત તે હાલમાં આલિયા ભટ્ટ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' નું શૂટિંગ કરી રહ્યા છે, આ ઉપરાંત તે રોહિત શેટ્ટી નિર્દેશિત 'સર્કસ' અને અન્ન્નિયન જેવી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More