Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'ઝલક દિખલા જા' રિલોડેડ વર્ઝન, લાખો લોકોએ જોયું ગીત 

ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવી ગયું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધુ છે. 

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'ઝલક દિખલા જા' રિલોડેડ વર્ઝન, લાખો લોકોએ જોયું ગીત 

નવી દિલ્હી: બોલિવૂડ(Bollywood) માં એકવાર ફરીથી જૂના હિટ ગીતોને રીમિક કરવાના હોડ જામી છે. દરરોજ કોઈ જૂનું ગીત નવા રંગરૂપમાં જોવા મળે છે. આ જ રીતે હવે ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવી ગયું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધુ છે. 

fallbacks

આજે ઈમરાન હાસમી અને ઋષિ કપૂર સ્ટારર ફિલ્મ ધ બોડીનું ગીત ઝલક દીખલા જા રીલોડેડ રિલીઝ કરવામાં આવ્યું. આ જૂના ગીત ઝલક દિખલા જાનું રીમિક વર્ઝન છે. ગીત જબરદસ્ત મ્યૂઝિક સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ ગીતની ફ્લેવર બિલકુલ જૂના ગીત જેવી જ છે. 

જુઓ ગીતનો VIDEO

અત્રે જણાવવાનું કે ઝલક દિખલા જા ગીત એ વર્ષ 2006માં આવેલી ફિલ્મ અક્સરનું છે. તે સમયે આ ગીત સુપરહીટ થઈ ગયું હતું. અગાઉ પણ આ ગીત ઈમરાન હાશમી ઉપર જ ફિલ્માવવામાં આવ્યું હતું અને હિમેશ રેશમિયાએ ગાયું હતું. આ નવા ગીતમાં એકવાર ફરીથી આ સુપરહીટ જોડી રિપીટ થઈ છે. તેના મ્યુઝિકને બદલવાનું કામ તનિષ્ક બાગ્ચીએ ખુબ જ સુંદરતાથી કર્યું છે. 

ઈમરાન હાશમી અને ઋષિ કપૂરની આ ફિલ્મ ધ બોડી 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ એક સ્પેનિશ ફિલ્મની રીમેક છે. ધ બોડી નામની આ સ્પેનિશ ફિલ્મ વર્ષ 2012માં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
            

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More