Home> Entertainment
Advertisement
Prev
Next

જોન અબ્રાહમની આગામી ફિલ્મ Pagalpanti નું પોસ્ટર થયું રિલીઝ, આપી રહ્યા છે ભરપૂર મસ્તીની ગેરન્ટી

જોન અબ્રાહમની ગત ફિલ્મ બાટલા હાઉસ અને ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની જોરદર સફળતા બાદ તેમના ફેન્સનો ક્રેજ વધી ગયો છે. હવે જોન ઇલિયાના ડીક્રૂજ સાથે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં પણ પોસ્ટર્સ રિલીઝ થયા હતા.

જોન અબ્રાહમની આગામી ફિલ્મ Pagalpanti નું પોસ્ટર થયું રિલીઝ, આપી રહ્યા છે ભરપૂર મસ્તીની ગેરન્ટી

મુંબઇ: બોલીવુડ સ્ટાર જોન અબ્રાહમ (John Abraham) ની ફિલ્મ પાગલપંતી (Pagalpanti)ના ધમાકેદાર ઘણા પોસ્ટર્સ સામે આવી રહ્યા છે. આ પોસ્ટર્સને જોઇ તમે સમજી જશો કે ફિલ્મ મસ્તીથી ભરપૂર રહેશે અને આ જોરદાર મનોરંજનની ફુલટુશ ગેરેન્ટી આપી રહી છે. જોન અબ્રાહમ પોતાની ફિલ્મ બાટલા હાઉસ બાદ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. એક્ટરની આગામી ફિલ્મ માટે દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 

fallbacks

જોન અબ્રાહમની ગત ફિલ્મ બાટલા હાઉસ અને ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની જોરદર સફળતા બાદ તેમના ફેન્સનો ક્રેજ વધી ગયો છે. હવે જોન ઇલિયાના ડીક્રૂજ સાથે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં પણ પોસ્ટર્સ રિલીઝ થયા હતા. પરંતુ આ વખતે એક્ટરે પોતાનો લુક શેર કરી ફેન્સને ટ્રીટ આપી છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને નિર્દેશક અનીસ બઝ્મીએ ડાયરેક્ટ કરી છે.

આ ફિલ્મમાં અનિલ કપૂરણ પણ મહત્વપૂર્ણ રોલમાં છે. અનિલ કપૂર ગત વખતે અજય દેવગણ અને માધુરી દિક્ષીત સ્ટારર ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક્ટરની જોડી માધુરી દીક્ષિત સાથે હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. હવે ત્યારબાદ અનિલ કપૂર જોન અબ્રાહમ અને ઇલિયાના સાથે મસ્તીનો ડોઝ આપતા જોવા મળશે. 

આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા અને ઉર્વશી રૌતેલા પણ મહત્વપૂર્ણ રોલ ભજવી રહી છે. આ ઉપરાંત જોન અબ્રાહમ એક ગેંગસ્ટર બેસ્ડ ફિલ્મ મુંબઇ સાગા પણ કરી રહ્યા છે. આ ફિલ્મને સંજય ગુપ્તા નિર્દેશિત કરી રહ્યા છે. તો બીજી તરફ ત્યારબાદ જોન અબ્રાહમ સત્યમેવ જયતે 2માં પણ જોવા મળશે. આ સીક્વલ ફિલ્મની જાહેરાત થઇ ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More