Jurassic World Rebirth: જો તમે જુરાસિક ફ્રેન્ચાઇઝની ફિલ્મોના ચાહક છો તો તમારા માટે આ ન્યુઝ ખાસ છે. લાંબા સમયના ઇન્તજાર પછી જુરાસિક વર્લ્ડ ફ્રેન્ચાઇઝીની સાતમી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષમાં જ રિલીઝ થશે. જુરાસિક વર્લ્ડ મુવીઝ દ્વારા તેમની આગામી ફિલ્મ જુરાસિક વર્લ્ડ રીબર્થનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ ટ્રેલર ચાહકોને ખૂબ જ ગમી રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈને જુરાસિક વર્લ્ડના ચાહકોની એક્સાઈટમેન્ટ પણ વધી ગઈ છે. ટ્રેલર રિલીઝ કરવાની સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: Udit Narayan: લાઈવ શોમાં બેકાબુ થયો ઉદિત નારાયણ, યુવતીને Kiss કરી લીધી, જુઓ Video
જુરાસિક વર્લ્ડ રીબર્થ જુરાસિક ફ્રેન્ચાઇઝીની સાતમી ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન ગૈરેથ એડવર્ડ્સએ કર્યું છે. ફિલ્મમાં સ્કારલેટ જોહાનસન, જોનાથન બેલી, રુપર્ટ ફ્રેડ, મહેરશલા અલી, મૈનુઅલ ગાર્સિયા, લૂના બ્લાઈસ, ડેવિડ ઈઆકોનો અને એડ સ્કેન સહિતના કલાકારો જોવા મળશે. આ ફિલ્મ દુનિયાભરના સિનેમા ઘરોમાં 2 જુલાઈ 2025 ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચો: 'પેન્ટી દેખાડીશ તો જ....' 19 વર્ષની પ્રિયંકા ચોપડાને ડાયરેક્ટરે કરાવ્યો ખરાબ અનુભવ
ફિલ્મની સ્ટોરી પાંચ વર્ષ પછીની છે જ્યારે જુરાસિક વર્લ્ડ ડોમિનિયનની ઘટના પછી ધરતીનું વાતાવરણ ડાયનોસોર માટે અનસૂટેબલ થઈ ગયું હોય છે. ત્યાર પછી જે ડાયનોસોર બચી ગયા હોય છે તેઓ એક ટાપુમાં રહેતા હોય છે.. જે ટાપુ પર કેટલાક વૈજ્ઞાનિકો ડાયનોસોરના ડીએનએ લેવા પહોંચે છે. ત્યાર પછી જબરદસ્ત એક્શન શરૂ થાય છે જે દર્શકોનો રોમાન્ચ વધારી દેશે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જુરાસિક વર્લ્ડની 6 ફિલ્મો આવી ચૂકી છે.
જુરાસિક વર્લ્ડની અત્યાર સુધીની બધી જ ફિલ્મોને લોકોએ પસંદ કરી હતી. જુરાસિક ફ્રેન્ચાઇઝની શરૂઆત આજથી 31 વર્ષ પહેલાં થઈ હતી. આ ફ્રેન્ચાઇઝની પહેલી ફિલ્મ જુરાસિક પાર્ક 1993 માં આવી હતી અને આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. ત્યાર પછી બીજી ફિલ્મ 1997 માં ધ લોસ્ટ વર્લ્ડ જુરાસિક પાર્ક, 2001 માં જુરાસિક પાર્ક થ્રી, 2015માં જુરાસિક વર્લ્ડ, 2018માં જુરાસિક વર્લ્ડ ફોલન કિંગડમ અને 2022 માં જુરાસિક વર્લ્ડ ડોમિનિયન ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે આ ફ્રેન્ચાઇઝની સાતમી ફિલ્મ જુરાસિક વર્લ્ડ જુલાઈ 2025 માં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે