Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીરના રવાડે ચડ્યો આ સ્ટાર ખેલાડીનો પતિ, પત્નીએ જ ક્લિક કરી ન્યૂડ તસવીર

Vishnu Vishal Photoshoot: રણવીર સિંહની આ સ્ટાલઈને કોપી કરતા તમાલિ સ્ટાર વિષ્ણુ વિશાલ અને જાણીતી એક્સ બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાના પતિએ પણ ન્યુડ ફોટોશૂટ કરી તસવીર શરે કરી છે.

રણવીરના રવાડે ચડ્યો આ સ્ટાર ખેલાડીનો પતિ, પત્નીએ જ ક્લિક કરી ન્યૂડ તસવીર

Vishnu Vishal Photoshoot Aftre Ranveer Singh: બોલીવુડ અભિનેતા રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. ત્યારે વધુ એક એક્ટરે રણવીર સિંહની આ સ્ટાઇલને કોપી કરતા પોતાનો ન્યૂડ ફોટોશૂટ કરી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ કોઈ બીજું નહીં પરંતુ તામિલ સ્ટાર વિષ્ણુ વિશાલ અને જાણીતી એક્સ બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાના પતિ છે. રસપ્રદ વાત એ છે કે વિષ્ણુ વિશાલની આ તસવીર જ્વાલા ગુટ્ટાએ જ ક્લિક કરી છે.

fallbacks

વિષ્ણુ વિશાલે શેર કરી આ તસવીર
કપડા કાઢી અને નગ્ન અવસ્થામાં બેડરૂમમાં બેડ પર પડેલા વિષ્ણુ વિશાલે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું કે તે આ ટ્રેન્ડમાં સામેલ થઈ રહ્યો છે. એક્ટરે લખ્યું, ટ્રેન્ડમાં સામેલ થઈ રહ્યો છું. લગભગ-લગભગ... ફોટો ક્રેડિટ, જ્યારે પત્ની જ્વાલા ગુટ્ટા ફોટોગ્રાફર બને. તામિલ સ્ટાર વિષ્ણુ વિશાલની આ તસવીર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરને તમે અહીં જોઈ શકો છો.

ડેરિંગ કદમ વિશે થઈ રહી છે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, વિષ્ણુ વિશાલના આ ડેરિંગ કદમ તેમના પર પણ ભારે પડતો દેખાઈ રહ્યો છે. ફિલ્મ સ્ટારના ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરી રહ્યા છે. એક ઇન્ટરનેટ યુઝરે એક્ટરની આ તસવીર પર કોમેન્ટ કરી લખ્યું કે તેઓ આ તસવીરને તાત્કાલીક ડિલીટ કરી દે. કેમ કે આ તસવીર તેમનું સન્માન ઘટાડી રહી છે. તો એક ઇન્ટરનેટ યુઝરે એક્ટરને આ ટ્રેન્ડથી દૂર રહેવાની સલાહ આપી છે. જ્યારે એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું છે કે તેણે એક્ટ્રર પાસે આવી અપેક્ષા રાખી ન હતી. વિષ્ણુ વિશાલની આ તસવીર આ સમયે ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

અનુપમા સીરિયલમાં વારંવાર જોવા મળી રહી છે આ 5 ભૂલો, શું તમે ક્યારે નોટિસ કર્યું?

ખુબ જ લોકપ્રિય છે આ જોડી
તમને જણાવી દઈએ કે, વિષ્ણુ વિશાલ અને જ્વાલા ગુટ્ટાની જોડી ઘણી લોકપ્રિય છે. બંને હંમેશા એકબીજા સાથે તેમની સુંદર ક્ષણોની તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. જે ઘણી વાયરલ થતી રહે છે. બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને આ કપલના લગ્ન પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More