મુંબઈ : કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટારકિડમાંથી એક છે. કાજોલ અને અજય ઘણીવાર પોતે ન્યાસાની તસવીર સોશિયલ મીડિયામાં મુકે છે. હવે કાજોલે સ્વિમસૂટમાં દીકરીની તસવીર શેયર કરી છે. આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે હાલમાં વેકેશન ગાળી રહી છે. આ તસવીર સાથે કાજોલે લખ્યું છે કે 30.12.18....15....infinite love
ન્યાસાનો જન્મ 2003માં થયો હતો. ન્યાસાના જન્મ પછી કાજોલે ફિલ્મોમાંથી 3 વર્ષનો બ્રેક લીધો હતો. તેણે 2006માં ફનાથી કમબેક કર્યું હતું. કાજોલ અને અજયના દીકરા યુગનો જન્મ 2010માં થયો હતો. અજયની દીકરી ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે. ન્યાસા ત્યાં યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં રહીને હાયર સ્ટડીઝ કરી રહી છે.
પ્રેગનન્સી મામલે દીપિકાએ સોય ઝાટકીને કરી સ્પષ્ટતા, સાંભળીને થઈ જશે માન
ન્યાસા પોતાના પિતા અજયની ઘણી નજીક છે. એક ઈન્ટરવ્યૂમાં અજયે જણાવ્યું હતું કે, ન્યાસા ઘણી હોશિયાર છે, તે ઘણું વિચારે છે અને દરેક વસ્તુ અંગે સમજવાનો પ્રયાસ કરે છે. ન્યાસાના જણાવ્યા અનુસાર તે ફિલ્મ્સમાં એક્ટિંગ કરવા નથી માગતી. તેનું સ્વપ્ન છે કે તે વર્લ્ડ ફેમસ શેફ બને. ન્યાસાની માતા કાજોલે પણ દીકરીના કુકિંગના શોખની વાત કરી હતી. કાજોલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ન્યાસા હાલ બેકિંગ સેક્ટરમાં હાથ અજમાવી રહી છે અને ન્યાસાને બેકિંગ કરવું ઘણું ગમે છે. ઉલ્લેખનીય છે કે, ન્યાસા ભણવામાં હોશિયાર હોવાની સાથે-સાથે એક સારી સ્વિમર પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે